Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જામનગર પંથકમાં ભારે વરસાદથી અનેક માર્ગોનું ધોવાણ હમાપરનો કોઝવે તૂટતા આઠ ગામના વાહનવ્યવહારને અસર

ઉંડ નદીના છોડાયેલા પાણીના પ્રચંડ પ્રવાહથી કોઝવે તૂટી ગયો

જામનગર :શહેર સહિત આસપાસમાં વિસ્તારમાં બે દિવસમાં 10થી 12 ઇંચ જેટલો ભારે  માર્ગોનું ધોવાણ  અનેક જાહેર માર્ગ સહિત અંતરિયાળ ગામડાઓને જોડતા માર્ગ ધોવાઈ ગયા છે.
    ધ્રોલ પંથકમાં દસ-અગિયાર ઇંચ વરસાદે રસ્તાઓની હાલત બાગાડી નાખી છે હમાપર ગામે ઊંડ નદીના પાણીના પ્રચંડ પ્રવાહથી કોઝવે તૂટી ગયો છે. જેના કારણે તાલુકા મથકને જોડતા આઠ ગામનો એક માત્ર માર્ગ વ્યવહાર ખોરવાયો છે.
   કોઝવે ધોવાઈ જતા હમાપર, જાલીયા, માનસર, ખીજડીયા, ખેંગારકા, ખોખરી, સહિત 8 ગામના વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. છેલ્લા બાર કલાકથી આવી સ્થિતિ સમયે તંત્ર હજુ અહીં પહોંચ્યું નથી.

(7:50 pm IST)