Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

મોરબીમાં કોરોનાની સદી પૂર્ણ : શનિવારે જીલ્લામાં વધુ સાત કેસ નોંધાયા માત્ર છ દિવસમાં કેસોની સંખ્યા ડબલ :, ચિંતાજનક સ્થિતિ

 મોરબીમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે અને મોરબીમાં એક સપ્તાહ પૂર્વે જ કોરોનાના કેસોની સંખ્યા ડબલ થઇ જતા સ્થિતિ ચિંતાજનક બની છે મોરબીમાં આજે વધુ સાત કેસો સાથે જીલ્લામાં કોરોનાના કુલ આંક ૧૦૦ પર પહોંચી ગયા છે ગત રવિવારે ૫૦ નો આંક વટાવ્યા બાદ માત્ર છ દિવસમાં કેસોની સંખ્યા ડબલ થવા પામી છે

  મોરબી જીલ્લામાં આજે સાત નવા કેસ નોંધાયા છે જેમાં મોરબીના વાવડી રોડ ઉમિયા સોસાયટીના રહેવાસી ૩૬ વર્ષના યુવાન, જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા ૬૦ વર્ષના વૃદ્ધા, ચિત્રકૂટ સોસાયટીના રહેવાસી ૬૮ વર્ષના વૃદ્ધ, નાની બજારના ૩૦ વર્ષના યુવાન, ૬૫ વર્ષના માધાપરના વૃદ્ધા, મોરબીના બંધુનગર ગામના ૪૨ વર્ષના યુવાન, તેમજ વાંકાનેરની અપ્સરા શેરીમાં રહેતા 71 વર્ષના વૃદ્ધ એમ સાત દર્દીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે

  મોરબી જીલ્લામાં ગત રવિવારે કોરોનાએ ૫૦ નો આંક વટાવ્યો હતો અને બીજા ૫૦ કેસ થવામાં માત્ર છ દિવસનો સમય લાગ્યો છે અને આજે વધુ સાત કેસો સાથે જીલ્લાનો કુલ આંક ૧૦૦ પર પહોંચી ગયો છે

(8:46 pm IST)