Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામ પાસે બાઈક ચાલકને લક્ઝરી ના ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે બંને ભાઈઓના મોત

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામ પાસે બાઈક ચાલકને લક્ઝરી ના ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળ ઉપર બંને ભાઈઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામ પાસે લક્ઝરી ના ચાલકે પસાર થઈ રહેલા બાઈકના ચાલકને અડફેટે લઈ અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

       આ ઘટના સ્થળ ઉપર બાઈક ચાલક અને તેની સાથે રહેલા બંનેના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા છે ત્યારે જાણવા મળેલી વિગતો અનુસાર મૂળી તાલુકાના ગઢાદ ગામ ની પાસે ટ્રાવેલ્સની બસ ના ચાલકે બાઈકના ચાલકને હડફેટે લેતા મહેશભાઈ રામજી ભાઇ મકવાણા તેમજ પ્રવીણ ભાઈ રામજી ભાઈ મકવાણા ના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજયા છે ત્યારે મૂળી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.

(9:08 pm IST)