Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોરબીમાં અભિવિપ સ્થાપના દિન ઉજવાયો

મોરબી : ઙ્ગઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશના પૂનઃનિર્માણના ધ્યેય લઈને ૦૯ જુલાઈ ૧૯૪૯ થી રચનાત્મક કાર્ય કરતું દેશ નું નહીં પરંતુ વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તથા વિદ્યાર્થીઓને થયેલ અન્યાયના મુદ્દે હંમેશા વિદ્યાર્થીઓના પક્ષમાં ઉભું રહેવા માટે પ્રતિબદ્ઘ છે. ત્યારે સંસ્થાના સ્થાપના દિવસની મોરબી ખાતે ઉજવણી કરવામાં આવી હતી.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસઙ્ગ નિમિતે એબીવીપી મોરબી દ્વારા ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્ણ રીતે ભાગ લીધો હતો.

(3:00 pm IST)
  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST