Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

કેશોદ તાલુકામાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ

કેશોદ : કેશોદ તાલુકાના અજાબ નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેશોદ તાલુકાને હરીયાળુ બનાવવાના સંકલ્પ સાથે એકત્રીસ હજાર વૃક્ષોનુ વાવેતર કરવામા આવે તેવુ આયોજન કરવામાં આવી રહયુછે. જેમાં ગત વર્ષે અજાબમાં ત્રેવીસ હજાર ચારસો વૃક્ષોનું વાવેતર કર્યું હતું. તેમજ ગામતળમાં સાતસો વૃક્ષોનું વાવેતર કરી ટ્રી ગાર્ડ લગાવી સાર્વજનિક જગ્યાઓમાં બગીચા બનાવેલછે.જે વાવેતર કરેલા વૃક્ષો આજે દ્યટાદાર બની ગયાછે. જેમા ગામલોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે.ઙ્ગનેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અભય વ્યાસે જણાવ્યું હતું કે કેશોદ તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં પણ કોઈપણ સામાજિક સંસ્થાઓ ખેડુતો પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષારોપણ કરવાનુ આયોજન હોય તેમને અજાબ તાલુકા શાળાએ આવેલ નર્સરીએથી વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે. નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષોના વાવેતર તથા વૃક્ષોના વિતરણ માટે કિસાન કલબ જૂનાગઢ તથા કેશોદ વન વિભાગનો પણ સાથ સહકાર મળેછે.

(2:15 pm IST)