Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોરબી સિંચાઇ કૌભાંડમાં વાંકાનેર અને ટંકારાની મંડળીના આગેવાનોની સંડોવણીની શંકા

પકડાયેલ સાત આરોપીઓની પૂછતાછમાં વધુ નામો ખુલ્યાં: તમામ આરોપીઓ જેલ હવાલે

મોરબી, તા.૧૨: મોરબીના ચકચારી સિંચાઇ કૌભાંડમાં પકડાયેલ વધુ સાતેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. આ આરોપીઓની પૂછતાછમાં વધુ નામો ખુલતા ધરપકડનો શિલશિલો હજુ જારી રહે તેવી શકયતા છે.

મોરબીના સિંચાઈ કોભાંડમાં ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન રાઈટર મહેન્દ્રસિંહ ઝાલા, ફતેસિંહ, વિજયભાઈ ચાવડા સહિતની ટીમ વધુ તપાસ ચલાવતી હોય જેમાં આરોપી લવજીભાઈ ઉર્ફે ભગત મુળજીભાઈ ચૌહાણ, જયંતીભાઈ લવજીભાઈ ચૌહાણ, મોહનભાઈ દાનાભાઈ પરમાર, જશુભાઈ સવજીભાઈ પરમાર અને ભરત ગોવિંદભાઈ ચૌહાણ રહે પાંચેય સાપકડા તા. હળવદ અને વશરામભાઈ પેથાભાઈ ચૌહાણ રહે કોયબા તથા ભીખાભાઈ વશરામભાઈ ચૌહાણ રહે સુંદરીભવાની એમ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરીને તા. ૧૧ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે.

ચકચારી સિંચાઈ કોભાંડમાં અગાઉ ધારાસભ્ય, નિવૃત ઈજનેર સહિતનાઓની ધરપકડ કરવામાં આવી છે તો ભાજપ આગેવાનનું નામ પણ ખુલ્યું છે જોકે ભાજપ આગેવાનની હજુ ધરપકડ કરવામાં આવી નથી ત્યારે તાજેતરમાં પોલીસે ઝડપી લીધેલા મંડળીના પ્રમુખ અને આગેવાન એવા સાત આરોપીની પૂછપરછ દરમિયાન વધુ નામો ખુલ્યા હોય અને હળવદની મંડળીઓ બાદ સિંચાઈ કોભાંડમાં ટંકારા અને વાંકાનેરના મંડળીના આગેવાનોની સંડોવણી પણ ખુલી સકે છે અને ધરપકડનો સિલસિલો હજુ જોવા મળી સકે તેવા સંકેતો પણ પોલીસ સુત્રોમાંથી મળી રહ્યા છે.

(1:18 pm IST)