Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

પોરબંદર દરિયાકાંઠા નજીક રહેણાંક વિસ્તારોમાં ર૦ દિ'થી ભુકંપના ઝાટકાઃ તપાસ કરવા કલેકટરને રજૂઆત

પોરબંદર તા. ૧ર :.. દરિયા કાંઠા નજીક બંદર રોડ, રહેણાંક વિસ્તારો સિપાઇવાડા, સલાટવાડા, ભોઇવાડા, વોરાવાડ સહિત વિસ્તારમાં ર૦ થી રપ દિવસથી ભુકંપના ઝટકનો અનુભવ થતો હોય આ વિસ્તારના લોકોએ કલેકટરને રજૂઆત કરી તપાસ કરાવવા માગણી કરી છે.

શહેરના બંદર રોડ ઉપર સિપાઇવાડા, સલાટવાડા, ભાઇવાડા, વોરવાડ સહિતના વિસ્તારોમાં છેલ્લ ર૦-રપ દિવસોથી ધરતીકંપ જેવા ઝટકા અવિરત ચાલુ જ છે. જેના લીધે આ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. પોતાના જ ઘરમાં કેમ રહેવું એવી સમસ્યાઓ ઉદભવી છે. આ વિસ્તારના મકાનો વર્ષો જુના છે પણ છે ગમે ત્યારે કોઇપણ પ્રકારની ઘટના ઘટી શકે તેવો ભય સેવાઇ રહ્યો છે.

કોઇ પણ પ્રકારની ઘટના ઘટે કે મોટા પ્રમાણમાં જાનહાની થાય તે પહેલા આ બાબતની નિષ્ણાંતો દ્વર આ વિસ્તારનો યુધ્ધના ધોરણે સર્વે કરાવી આ સમસ્યાનું વહેલામાં વહેલું નિરાકરણ કરવામાં આવે જેથી આ વિસ્તારના લોકોમાં રહેલા ફફડાટને તેમજ તેમના ઉપર રહેલા જીવના જોખમને દુર કરવા તેમજ આ વિસ્તારની જાત મુલાકાત લઇ અને લોકોની આ સમસ્યાને જાણવા રજૂઆતમાં જણાવેલ છે.

(1:16 pm IST)