Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

પોરબંદર : પત્નિ ઉપર ત્રાસ ગુજારવા અંગે પતિ સહીતના આરોપીનો નિર્દોષ છુટકારો

પોરબંદર તા ૧૨  :  પત્નિ ઉપર ત્રાસ ગુજારવાના કેસમાં પતિ સહીત ઘરના તમામ સભ્યોને નિર્દોષ છોડી મુકવાનો પોરબંદર કોર્ટે હુકમ કર્યો હતો.

હાલના આધુનિક યુગમાં સ્ત્રી તરફેના કાયદાઓનું પ્રમાણ વધતું જતુ હોય અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર ન થાય તે માટે નવી નાવી જોગવાઇઓ, નવા નવા કાયદાઓ પણ બનાવવામાં આવી રહેલ છે. અને તે જ રીતે રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે રહેતા સતીબેન રાજાભાઇ દ્વારા બળેજ ગામે રહેતા તેના પતિ રાજા નરબદ પરમાર ઉપરાંત બે જેઠ, બે જેઠાણી તથા નણંદ ઉપર સને ૨૦૧૩ ની સાલમાં રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૯૮(ક) મુજબની એવા મતલબની ફરીયાદ લખાવેલ હતી કે, તેના પતિ ઉપરાંત તેના ઘરના તમામ સભ્યો તેને મેણા ટોણા મારી માનસીક દુઃખત્રાસ આપતા હોવા સબંધેની ફરીયાદ કરેલી હતી.

ફરીયાદમાં તમામ આરોપીઓ તરફે એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી રોકાયેલા હતા અને તેઓએ ફરીયાદી તથા તેના માતા, ભાઇ, મામા વિગેરેની જુબાની લીધેલી હતી, અને તે જુબાનીઓમાં ફરીયાદી સતીબેનને મગજની બીમારી હોય અને તેની દવા ચાલુ હોવાનું સ્વિકારેલુ હતું. એટલુ જ નહીં બંને જેઠ તથા જેઠ તેમજ નણંદ અલગ અલગ રહેતા હોવાનું અને પતિ-પત્નિ અલગ રહેતા હોવાનું પણ જુબાનીમાં સ્વિકારેલું હતું. એટલુજ નહી કેવી રીતે અને કયા કારણે માનસીક ત્રાસ આપવામાં આવતો તેવી કોઇ હકિકત ફરીયાદ પક્ષ પુરવાર કરી શકેલ ન હોય અને તે રીતે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો બનતો હોવાનું પ્રાથમીક રીતે પુરવાર ન કરી  શકવાના કારણે પોરબંદરના એડીશ્નલ ચીફ જયુડી. મેજી. શ્રી ઝાલા દ્વારા રેકર્ડ ઉપરના પુરાવાઓ તેમજ એડવોકેટની દલીલ વિગેરે ધ્યાને લઇ તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ સુરાણી, જીતેન સોનીગ્રા, નવઘણ જાડેજા તથા જયેશ બારોટ રોકાયેલા હતાં.

(11:47 am IST)