Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

પોરબંદર-છાંયામાં રહેણાંક મકાનમાં ચાલતા લોહીના વેપાર ઉપર પોલીસ ત્રાટકીઃ ર મહિલા સહિત ૮ ઝડપાયા

પોરબંદર તા. ૧ર :.. છાંયા નવાપરામાં રહેણાંક મકાનમાં લોહીનો વેપારીની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકો મોકલીને દરોડો પાડતા ર મહિલા સહિત કુલ ૮ વ્યકિતઓને પકડીને ગુન્હો
નોંધ્યો છે.

છાંયા નવાપરામાં બહારથી છોકરી બોલાવીને લોહીનો વેપાર ચાલતો હોવાની બાતમી ઉપરથી કમલાબાગ પીએસઆઇ એચ. એન. આહીર તથા સ્ટાફે દરોડો પાડીને પુરીબેન રાણાભાઇ ઓડેદરા (ઉ.૩૧), નીલેશ નેભા ગોસિયા, મુસ્તાન ઉર્ફે શબુકતાબેન કિશોર ઉર્ફે રાણો જેઠા, મનીષ રાજૂ ભૂતીયા, ભરત અરભમ, કલ્પેશ ચના વાઢીયા તથા કરણ ઉર્ફે દેવ વિનોદ સીસોદીયાને પકડી પાડેલ છે.

પોલીસે બે ડમી ગ્રાહકો મોકલીને રૂ. ર૦૦૦ આપ્યા બાદ લોહીનો વેપાર ચાલતો હોવાનું ખૂલતા આરોપીઓને પકડી પાડયા હતાં. પુરીબેન રાણાભાઇ તેના મકાનમાં લોહીનો વેપાર ચલાવતા હોય તે બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી.

(11:45 am IST)