Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોરબીમાં હાલ આધારકાર્ડ કઢાવવા કોઇ સ્થળે વ્યવસ્થા નહી : નાગરીકો પરેશાન

મોરબી તા.૧૨ : મોરબી પંથકમાં આધારકાર્ડની કામગીરી લોલમલોલ ચાલી રહી છે અને નાગરિકોને આધારકાર્ડ મેળવવા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો હાલ મોરબીમાં કયાય આધારકાર્ડ કામગીરી થતી જ નથી જેથી નાગરિકો કયાં જાય તેવા સવાલો ઉપસ્થિત થાય છે

ઙ્ગ મોરબી પંથકમાં આધારકાર્ડની કામગીરીમાં લોલમલોલ જોવા મળે છે એક તરફ સરકાર જયારે યોજનાઓના લાભ માટે, શિષ્યવૃત્ત્િ। માટે આધારકાર્ડ ફરજીયાત બનાવ્યું છે તેમજ કેન્દ્ર સરકારે તાજેતરમાં પાનકાર્ડ ના હોય તો નાગરિકો આધારકાર્ડથી આઈટી રીટર્ન ભરી સકે તેવી જાહેરાત કરી છે જોકે મોરબીમાં આધારકાર્ડ વિના અનેક નાગરિકો પરેશાની ભોગવી રહ્યા છે શહેરમાં માત્ર તાલુકા સેવાસદનમાં જ આધારકાર્ડની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હતી તે પણ હાલ બંધ હોય તેવી માહિતી સુત્રોમાંથી મળી છે તેમજ આગામી સપ્તાહ કે દસ દિવસ સુધી કામગીરી બંધ રહેશે જેથી નાગરિકોને આધારકાર્ડ માટે હજુ રઝળપાટ કરવી પડશે તે નક્કી જ છે વળી કામગીરી બંધ હોય છતાં તંત્ર દ્વારા કોઈ જાણ કરવામાં આવતી નથી જેથી નાગરિકો ધરમ ધક્કા ખાતા જોવા મળે છે.

(11:41 am IST)