Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વિજય સહી, વિશ્રામ નહિઃ કાર્યકરોની પંચનિષ્ઠાથી ભાજપ મજબુતઃ ડી.કે.

ગોંડલમાં ભાજપના સદસ્યતા અભિયાનનો આરંભ

અમદાવાદ તા. ૧ર :.. રાષ્ટ્રીય ભાજપા સંગઠન પર્વ-ર૦૧૯ ના સંદર્ભમાં સદસ્યતા અભિયન અંતર્ગત પ્રાથમિક સભ્ય નોંધણીનું  કાર્ય આપણી પાર્ટીના સ્થાપક 'ડો.શ્યામા પ્રસાદ મુખર્જી' ના 'જન્મદિન'એ મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તે ગોંડલ ખાતેથી શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમ રાજકોટ જીલ્લાના અધ્યક્ષ શ્રી ડી. કે. સખીયાના પ્રમુખ સ્થાને યોજાયેલ આ તકે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જશુમતીબેન કોરાટ, સાંસદ શ્રી રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સંગઠન પ્રભારીશ્રી પ્રકાશભાઇ સોની, મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રીઓ ગોરધનભાઇ ધામેલીયા, ભુપતભાઇ ડાભી, મીનાક્ષીબેન સોજીત્રા, જીલ્લા મંત્રીશ્રી અરૂણભાઇ ઠુંમર, જીલ્લા સંગઠન પર્વના સહ-ઇન્ચાર્જશ્રી નાગદાનભાઇ ચાવડા, શહેર ભાજપ પ્રમુખશ્રી શશીકાંતભાઇ રૈયાણી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઇ ઢોલરીયા, મહામંત્રીશ્રી પ્રફુલભાઇ ટોળિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઇ પીપળીયા સહિત ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું.

આ પ્રસંગે સૌની યોજના અંતર્ગત સૌરભભાઇ પટેલ તેમજ જયરાજસિંહ જાડેજાનું વિશેષ સન્માન ગોંડલ શહેરના હોદેદારો, નગરપાલિકાના પ્રમુખ તથા ભાજપાન આગેવનોએ કર્યુ હતું.

આ તકે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલએ જણાવ્યું હતું કે, 'ડો.શ્યામાપ્રસાદ મુખર્જી' નું તપ આપણને અને આવનારી આપણી પેઢીને રાષ્ટ્ર સેવા માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતી રહેશે. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રજાલક્ષી નીતિઓ તથા માન. ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહની ચાણકય નીતિને લીધે આજે રાષ્ટ્રમાં કેશરીયો ધ્વજ લહેરાયો છે. ત્યારે આપણા પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે કે ઘરે-ઘરે જઇને જનસેવાના કાર્યો સાથે ભાજપાની વિચારધારાને પહોંચાડવા હાકલ કરી હતી.

આ તકે જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી. કે. સખીયાએ ભાજપાના તમામ આગેવાનો તથા કાર્યકર્તાઓને આવકારતા અને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, 'વિજય સહી, વિશ્રામ નહિ'ના સુત્રને અનુસરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને જનસંઘની સ્થાપનાથી લઇને આજ સુધી અનેક કાર્યકરોએ પંચનિષ્ઠાને આધારે પક્ષને મજબુત બનાવ્યો છે.

આ તકે સંગઠન પ્રભારી શ્રી પ્રકાશભાઇ સોનીએ કહયું હતું કે, ભાજપા સરકારની જનકલ્યાણ નીતિઓ તથા યોજનાઓને લીધે ભાજપા આજે ખરા અર્થમાં છેવાડાના માનવીની પાર્ટી બની છે. સંગઠન પર્વ સદસ્યતા અભિયાનએ આપણા માટે તહેવાર છે.

સદસ્યતા અભિયન પર્વના કાર્યક્રમનું સંચાલન રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાએ કરતા જણાવ્યું હતું કે, ભાજપા જનસંઘથી શરૂ કરીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. તેનો તમામ શ્રેય કાર્યકર્તાઓને આભારી છે.

(11:38 am IST)
  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST

  • આસામના ૧૭ જીલ્લામાં પુરપ્રકોપઃ૪ લાખ લોકો માઠી અવસ્થામાં : પૂર્વોતર રાજય આસામમાં ર૩ જીલ્લા પૈકી ૧૭માં પુરઃ ૪.ર૩ લાખ લોકોને માઠી અસરઃ આ લોકો સામે પાણી-ભોજનનું સંકટઃ ભારે વરસાદ-પુરથી ૩ ના મોતઃ ૧૧ જીલ્લાઓમાં પુરઃ ઠેરઠેર રાહત-શિબીરો ઉભી કરાઇ access_time 3:59 pm IST