Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

માળીયા મિયાણા પંથકમાં મેઘરાજાના રિસામણા બાદ કેનાલો પણ સૂકાઇ જતા ખેડૂતો બંને બાજુથી ભીંસમાં..

કેનાલમાં પાણીનું લેવલ નહિ જળવાય તો ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જવાની તૈયારીમાં

માળીયા મિંયાણા તા.૧ર : માળીયામિંયાણા પંથકમાં હજુ વરસાદના ઠેકાણા નથી ત્યા જીવાદોરી સમાન માળીયા મુખ્ય નર્મદા બ્રાંચ કેનાલ તળીયા ઝાટક થઈ જતા પંથકમાં પિયત કરતા દસથી બાર ગામના ખેડુતો મુંજાયા છે છેલ્લા દસેક દિવસથી કેનાલમાં પાણીનુ લેવલ દ્યટી ગયા બાદ હાલ તળીયા ઝાટક સ્થિતિએ પહોંચી જતા ખેડુતોમાં દેકારો બોલી ગયો છે કારણ કે એક બાજુ વરસાદના કયાય વાવડ નથી ત્યા નર્મદા કેનાલના તળીયા સાફ થઈ જતા ખેડુતોની કફોડી હાલત થવા પામી છે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મેદ્યરાજા કોપાયમાન બની રહ્યા હોય તેમ વરસાદની તાતી જરૂરીયાત હોવા છતા હજુ સુધી મેદ્યરાજા મનમુકી વરસ્યા નથી જેથી પંથક પર ચિંતાના વાદળો દ્યેરાયા છે જેઠ બાદ ધોરી માસ અષાઢના દિવસો પણ કોરા ધાકડ પસાર થઈ રહ્યા હોવાથી જગનો તાત ચિંતાતુર બન્યો છે તો બીજીબાજુ કેનાલ ડુકી જતા દસથી બાર ગામના ખેડુતોની કપરી સ્થિતિ ઉભી થઈ છે વહેલી તકે માળીયા બ્રાંચમાં પાણીનુ લેવલ વધારે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

 જો કેનાલની આ સ્થિતિ જ રહી તો ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થાય તો નવાઈ નહી કારણ કે મોંદ્યા ભાવના કપાસના બિયારણનુ વાવેતર કરી ચુકયા છે જેમા હાલ દ્યાંટીલાથી ખીરઈ સુધી પાણી તળીયા ઝાટક થઈ જતા છેવાડાના ગામડાઓના ખેડુતોને નર્મદા કેનાલનુ પાણી પહોચતુ ન હોવાથી આ પંથકના ખેડુતોને વારંવાર હળાહળ અન્યાય થતો હોવાથી ધરતીપુત્રો મુંઝવણમાં મુકાયા છે ઉલ્લેખનીય છેકે હાલ પાણીની તાતી જરૂરિયાત વચ્ચે જો કેનાલમાં પુરતુ પાણીનુ લેવલ નહી જળવાઈ રહે તો ખેડુતોનો પાક નિષ્ફળ જાય તેમ છે હાલ નહીવત વરસાદ અને કેનાલના પાણીની અછતના કારણે પાક કોકળુ વળતો જાય છે જો આગામી દિવસોમાં વરસાદ નહી થાય અને કેનાલમાં પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં નહી મળે તો ઉભો મોલ સુકાવાની દહેશત સર્જાય છે જેથી સરકારશ્રી દ્વારા વહેલી તકે માળીયા બ્રાંચમાં પાણીનુ લેવલ જળવાઈ રહે તેટલી સપાટીએ છોડવામાં આવે અને ખેડુતોને કપરી પરિસ્થિતિમાંથી ઉગારી લેવા માંગ ઉઠી છે.

(11:36 am IST)
  • ત્રિપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સત્તામાં રહેલ ભાજપની બંપર જીત:. પાર્ટીનાં 83 ટકા ઉમેદવાર બિનહરીફ ચુંટાયા: સીપીઆઇએમ અને કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓનાં મોટાભાગની સીટો પર પોતાનાં ઉમેદવારો હટાવી લીધા. :ચૂંટણીમાં ગોટાળા અને હિંસાનો લગાવ્યો આરોપ access_time 1:00 am IST

  • બીટકોઈન - ક્રિપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી : ડોનાલ્ડ ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે જેની કિંમતો બહુ અસ્થિર છે અને જેનો પાયો નબળો છે તેવી બીટકોઈન અને તેના જેવી બીજી ક્રીપ્ટો કરન્સીનો હું પ્રશંસક નથી access_time 1:13 pm IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST