Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

હળવદમાં બાળકોને શારિરીક-માનસિક વિકાસ માટે રમત ગમતો યોજાઇ

હળવદ : આજના આધુનિક યુગમાં બાળકો મોબાઈલ જેવા યાંત્રિક સારો થી જ રમતો રમતા હોય છે અને જૂની પરંપરા ની રમતો ભૂલાતી જાય છે આવા સંજોગોમાં બાળકોમાં જૂની રમતો જાણતા રહે તાજી રહે તેવા ઉમદા હેતુથી હળવદના ગૌલેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રહેતા બાળકોને ભેગા કરીને દર મહિને ઊભી ખો, બેઠી ખો, ઙ્ગધમાલ ધોકો ,ડોલ બોલ પાર્સિંગ, સ્પેલિંગ અંતાક્ષરી સહિતની રમતો બાળકોને રમાડી બાળકોમાં શારીરિક-માનસિક તેમજ કુટુંબીક ભાવના સમૂહ ભાવના વિકાસ થાય એ માટે રમતો રમાડીને તેમજ ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરીયાભકિતબેન ઠક્કર ,વર્ષાબેન પ્રજાપતિ ,હીનાબેન ઠક્કર, વિશાખા બેન ઠક્કર, રમેશભાઈ ભલગામા ,આસિફભાઇ ધોણીયા સહિતના લોકો એ બાળકોને રમતો રમાડી બાળકોને આનંદ કરાવે તે પ્રસંગની તસ્વીર.(તસવીર હરીશ રબારી, હળવદ)

(11:33 am IST)