Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

કચ્છમાં આંગડીયા કર્મચારીના સ્કુટરમાંથી ૩૮ લાખની ચોરી

સીસીટીવી કુટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ

ભુજ તા.૧ર : (ભુજ)ગાંધીધામમાં વાહનો અને લોકોની અવર જવરથી ધમધમતા સુંદરપુરી ઇફકો રોડ ઉપર સ્કુટરની ડીકીમાંથી કરાયેલ ૩૮ લાખની ચોરીએ ચકચાર સર્જી છે.ે ગઇકાલે સાંજે ૭ વાગ્યે અશોકકુમાર ગણપતલાલ આંગડીયામાં કામ કરતો કર્મચારી સુનિલ ચંદુલાલ પટેલ રોડ ઉપર ગાડી પાર્ક કરીને ખારેક લેવા ગયો હતો.

ત્યારે કોઇ ગઠિયો તેના એકિટવા સ્કુટરની ડીકીમાંથી ૩૮ લાખ રૂપિયાની ચોરી કરીને નાસી છુટયો હતો. કાળા કલરના પર્સમાં રાખેલ રોકડ ઉપરાંત આંગડીયા પેઢીનો રાખેલો હિસાબ પણ આ રોકડ સાથે હતો નજીકના ટી સ્ટોલ વાળાએ કોઇ અજાણ્યો શખ્સ પર્સ લઇને જતો હોવાનું જણાવ્યું હતું.

૩૮ લાખ જેવી માતબર રકમની ચોરીને પગલે ગાંધીધામ પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ નજીકના અને મુખ્ય રોડ ઉપરના સીસીટીવી કુટેજ પણ ચકાસી રહી છે.

ફરીયાદી સુનિલ પટેલ આંગડીયા પેઢીનો જુનો કર્મચારી છે.

(11:45 am IST)
  • ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી access_time 9:11 pm IST

  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST

  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST