Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ભાવનગરના સોનગઢમાં રામજી કોળીની હત્યા

અજાણ્યા શખ્સોએ રસ્તા વચ્ચે આંતરીને હથિયારોના ઘા ઝીંકીને ફરાર

ભાવનગર પંથકનાં હિરાઘસુ યુવાનની કરપીણ હત્યા કરી આરોપીઓ નાસી છુટયા હતા. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર તા. ૧રઃ ભાવનગરનાં સોનગઢ ગામનાં હિરાઘસુ કોળી યુવાનની માથાનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયાનો બનાવ બનવા પામ્યો છે.

ભાવનગરનાં સિહોર પાસેનાં સોનગઢ ગામે રહેતાં અને હિરાના કારખાનામાં કામ કરતાં રત્ન કલાકાર યુવાન કોળી રામજીભાઇ છનાભાઇ કંટારીયા (ઉ.વ. ર૮) સિહોરમાં રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે આવેલા હિરાનાં કારખાનામાં કામ કરી પોતાનું બાઇક નં. જીજે ૪ બીડી ૯૯૪૬ લઇને સોનગઢ પોતાનાં ગામે જઇ રહ્યો હતો ત્યારે મોટાસુરકા ગામ નજીક અજાણ્યા શખ્સોએ તેને રસ્તા વચ્ચે આંતરી માથાનાં ભાગે તિક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છુટયા હતાં.

આ બનાવની જાણ થતાંજ સિહોર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતરાઇભાઇ ઘનશ્યામભાઇ હરજીભાઇ કંટારીયાએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)
  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST

  • પ૩૯પ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરાયો : અમરનાથ યાત્રામાં ૧.૪૪ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા : પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૧૧ દિનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા access_time 3:13 pm IST

  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST