Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

માનવભક્ષી દીપડાને પાંજરાની સજા આપવા વન વિભાગના ઉજાગરાઃ ૩ પાંજરા ગોઠવ્યા

બાળાના પરિવારને ચાર લાખનો ચેક વળતરના ભાગરૂપે આપવામાં આવશે

ભાવનગર, તા.૧૨: ભાવનગર જીલ્લાના તળાજાના નવા જુના રાજપરા ગામની સીમમાં વાડીએ માતાના પડખામાં સુતેલી બાળાને દીપડો ઉઠાવી જઈને દીપડાએ લોહીની તરસ છીપાવી. જેને લઈ બાળા મોતને શરણ થઈ હતી. જેને લઈ ગ્રામ જનોમાં રોષ ફેલાયો છે. વન વિભાગ ્દવારા માનવનું લોહી ચાખી ગયેલા દીપડા ને પાંજરે પુરવા માટે ત્રણ પાંજરાઓ મુખ્ય છે. આજે વળતર પેટે ચાર લાખનો ચેક આપવામાં આવશે.

શેડયૂઅલ ૧, ના વન્ય વિભાગના હિંસક પ્રાણીઓ ની વસ્તી વધતા સરકાર દ્વારા વાઈલ્ડ લાઈફ ના જતન માટે વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. જેનેલઇ તળાજા ને બૃહદ ગીર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. જેના કારણે વન વિભાગના નિયમો કાયદો લાગુ પડે છે.

જુના રાજપરા ગામે માતાના પડખામાં સુતેલી બાળકી ને દીપડાએ ઉઠ્ઠાવી જઈ શિકાર બનાવેલ હતી. ચાર વર્ષની દીકરીને શિકાર બનાવતા આ વિસ્તારમાં ભય સાથે આક્રોશ જોવા મળ્યો. જેનેલઇ ગઈકાલે વન વિભાગ અને ગ્રામજનોની મળેલ બેઠકમાં ગ્રામજનોએ આક્રોશ ભેર હિંસક પશુઓ નુકશાન નકરે તેવી આર.એફ.ઓ એમ.કે. વાદ્યેલા સહિતના સ્ટાફ ને રજુઆત કરી હતી.આ સમયે ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગ્રામજનો ની માંગને લઈ વન વિભાગ એકશન મોડમાં વધુ આવ્યૂ હતું. દીપડા ને પાંજરે પુરવા માટે અલગ અલગ ત્રણ પાંજરાઓ મારણ સાથે મુકવામાં આવ્યા હતા.

આર.એફ.ઓ વાઘેલાએ જણાવ્યું હતું કે બાળાના પરિવારજનોને વળતર પેટે આજે રૂપિયા ચારલાખ નો ચેક આપવામાં આવશે. વન વિભાગ દ્વારા તાત્કાલિક વળતર જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

(11:27 am IST)