Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગોંડલમાં બે સ્થળે વર્લીનો જૂગાર રમાડતા ૪ શખ્સો પકડાયાઃ એલસીબીના દરોડા

તસ્વીરમાં પકડાયેલ ચારેય શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૧ર :.. ગોંડલમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે બે સ્થળે દરોડો પાડી વરલીનો જૂગાર રમાડતા ચાર શખ્સોને ઝડપી લીધા હતાં.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી પો. ઇન્સ. એમ. એન. રાણા તથા શ્રી એચ. એ. જાડેજા સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હકિકત મળેલ કે, ગોંડલ માર્કેટીંગ યાર્ડ માંથી વર્લી ફીચરના આંકડા લખતાં હસન અબ્બાસભાઇ ખીરાણી મતવા તથા શબ્બીર ઓસમાણભાઇ ગામોસ મતવા રહે. બંને ગોંડલ વાળાને વર્લી ફીચરના સાહીત્ય સાથે રોકડ રૂ. ૧૯૩૦ તથા બે મોબાઇલ-ર મળી કુલ મુદામાલ ર૯૩૦ સાથે પકડી પાડેલ છે.

બીજા દરોડામાં ગોંડલ જુના માર્કેટીંગ યાર્ડમાં શાહરૂખ કરીશા અલદઘરી ફકીર તથા મનીષ બૈજૂભાઇ બગથરીયા વાણંદ રહે. બંને ગોંડલ વાળાઓ વર્લી ફીચરના સાહિત્ય સાથે રોકડ રૂ. ૧૪,૮૪૦ તથા મોબાઇલ ૧ મળી કુલ મુદામાલ ૧પ,૩૪૦ સાથે પકડી પાડી ગોંડલ પોલીસને હવાલે કર્યા હતાં.

આ કાર્યવાહીમાં એલસીબીના એચ.સી. અનિલભાઇ ગુજરાતી, એચ.સી. રવીભાઇ બારડ, પી.સી. દિવ્યેશભાઇ સુવા તથા પી. સી. મયુરસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતાં.

(11:26 am IST)
  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • રાહુલ ગાંધી વિરૂદ્ઘ ૨૦ ફોજદારી કેસો: સંઘ અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ઘ દેશના જુદા જુદા ભાગોમાં ૨૦ જેટલા ફોજદારી કેસો કર્યાનું કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે access_time 1:14 pm IST

  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST