Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મહુવાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી મુકેશ શિયાળને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ

ભાવનગર ;મહુવા પોલીસ મથકના અપહરણના ગુન્હાના વોન્ટેડ આરોપી મુકેશ શિયાળને ભાવનગર આર આર સેલ દ્વારા પીંગળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવાયો છે   ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષક અશોક કુમારએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે રેન્જના જીલ્લામાં ડ્રાઇવ આપેલ હતી

  ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીરાહે આધારે મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ..નં-૫૪/૨૦૧૯ .પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મુકેશભાઇ બાલાભાઇ શીયાળ( ..:-૨૨) ( રહેવાસી- ટોકરીયા મહાદેવ, ખરેડ ગામ, તા.મહુવા જી.ભાવનગર ) ને  પીંગળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી,.પરમારની સુચનાથી .એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. બાબાભાઇ આહીર તથા પોલીસ કોન્સ. એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

(10:35 pm IST)
  • રાહુલ ગાંધી વિરૂદ્ઘ ૨૦ ફોજદારી કેસો: સંઘ અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ઘ દેશના જુદા જુદા ભાગોમાં ૨૦ જેટલા ફોજદારી કેસો કર્યાનું કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે access_time 1:14 pm IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST