Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

જેતપુરમાં સાંજથી મેઘરાજાના મંડાણ ધીમી ધારે વરસી રહ્યા છે : વાતાવરણમાં ઠંડક દેવકી ગાલોળમાં કલાકમાં ૬ ઇંચ નોંધાય

જેતપુરઃ જેતપુર શહેરમાં આજરોજ સાંજના ૭ વાગ્‍યાથી વાતાવરણમાં પલટો આવતા વરસાદનો પ્રારંભ થયો છે. સાંજે ૭:૩૦ વાગ્‍યાથી ચાલુ થયેલો વરસાદ ધીમી ધારે સતત ૯:૩૦ વાગ્‍યા સુધી ચાલુ રહેલ છે. શહેરમાં બે કલાકમાં બે ઇંંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે આઠ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડી ગયો છે. આવી જ રીતે ઉપરવાસના ગામોમાં પણ વરસાદ પડતા ગામડામાં પાણી પાણી થઇ ગયા છે. ગ્રામ્‍ય પ્રજામાં ખુશીની લ્‍હેર જોવા મળી રહી છે.

(9:43 pm IST)