News of Thursday, 12th July 2018

નાના દહીંસરાનો યુવા ક્રિકેટર તુલસી મકવાણા રાજસ્થાન સ્ટેટ ઇન્ડિયામાં રમશે

ભારતમાંથી કુલ 16 ટીમો ભાગ લેશે.જેમા મોરબી ના 4 પ્લેયર્સ રમશે

મોરબી :19 મી ઓલ ઈન્ડિયા આઈસીએ ટ્વેન્ટી -20 કપ 2018 માટે એનવાયકે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સ સરકાર તરફથી આમંત્રિત 10 જુલાઇ 2018 થી 26 મી જુલાઇ 2018 સુધી જયપુરમાં આયોજન કરવામાં આવ્યું છે.

   રાજસ્થાન સ્ટેટ ઈન્ડિયાનું આયોજન ભારતીય ક્રિકેટ એકેડેમી આઈસીએ દ્વારા કરવામાં આવ્યું છે, જે રાજસ્થાન માટે ટ્વેન્ટી 20 ક્રિકેટને ટેકો આપે છે (આર) ટીસીઆર-006-સેન્ટ્રલ ઝોન.કુલ ભારતમાંથી કુલ 16 ટીમો ભાગ લેશે.જેમા મોરબી ના 4 પ્લેયર્સ રમશે.અગાવ રમાયેલી 12 સરદાર વલભભાઈ પટેલ ટી20 નેશનલ ચેમ્પિયનશી મા સારું એવું પ્રદર્શન કરી ચૂકેલા મકવાણા તુલસી ફરી થી ગુજરાત ઓરીન્સ ટીમ માંથી વાઈસ કેપ્ટનશિપ કરશે.

ગુજરાત ઓરીન્સ ટીમ


મકનસિંહ વાઘેલા-કેપ્ટન (બનાસકાંઠા )
તુલસી મક્વાણા-વાઈસ કેપ્ટન (મોરબી )
અમિત મુછ્ડિયા-(મોરબી)
રાજેશ ચૌહાણ-(મોરબી)
જયેશ સોલંકી-(મોરબી)
આકાશ નાયક-(અમદાવાદ)
અર્પિત બારોટ-(અમદાવાદ)
મિલન પટેલ (અમદાવાદ )
જાવેદ ખાન (અમદાવાદ )
મુકુંદ ખાન (અમદાવાદ )
ચિરાગ સરદાર(અમદાવાદ)
સાજીદ સૂમેરા(અમદાવાદ )

(9:05 pm IST)
  • જૂનાગઢ પંથકમાં બારે મેઘ ખાંગા: સવારથી જ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ : ઠેક ઠેકાણે ભરાયા પાણી : ગિરનારના જંગલમાં અને શહેરમાં ધુવાધાર વરસાદ : વિલિંગડન અને હસ્નાનપુર ડેમમાં નવા નીર : ગિરનાર પર્વત પર ધોધમાર વરસતા વરસાદનો જુઓ વિડીયો access_time 11:21 pm IST

  • ૨૦મીએ નરેન્દ્રભાઇ જુનાગઢમાં જાહેરસભા સંબોધશે : કૃષિ યુનિવર્સિટીમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજ સ્થિત નવા બિલ્ડીંગનું લોકાર્પણ : કોર્પોરેશનના ૩૯ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત - લોકાર્પણ access_time 12:30 pm IST

  • જૂનાગઢમાં ધોધમાર વરસાદ : જોષીપુરા વિસ્તારનો રસ્તો બંધ access_time 6:34 pm IST