Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ગોંડલમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : બપોરબાદ એક ઇંચ વરસાદ : નાની બજાર, સેન્ટ્રલ તીકોઝ પાછળ પાણી ભરાયા તંત્ર ની પોલ ખુલી

ગોંડલ શહેર તાલુકાને મેઘરાજા એ રાહ જોવડાવ્યા બાદ આજે બપોર બાદ ધમાકેદાર એન્ટ્રી કરતા એક ઇંચ વરસાદ વરસી જાવા પામ્યો હતો, શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા શહેરની હાર્દસમી નાનીબજારમાં પાણી ભરાયા હતા આ ઉપરાંત  દેવપરા મેઈન રોડ નવો બનતા સેન્ટ્રલ ટોકીઝ પાછળ આવેલ કાપડી હનુમાનજીની મંદિર વાળી શેરી માં પાણી ભરાયા હતા પાલિકા દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી, જ્યારે મામલતદાર કચેરી એ ફ્લડ કંટ્રોલ રૂમ માં જવાબદાર કર્મચારીઓ દ્વારા વરસાદ ના અલગ અલગ આંકડાઓ આપવામાં આવ્યા હતા.

(6:57 pm IST)