Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કાલે ગિરનારજી મહાતીર્થ ભાવયાત્રા યોજાશે

રજીસ્ટ્રેશન કે પાસ વગર પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે નિઃશુલ્ક લહાવો

રાજકોટ તા. ૧૨ : પૂજ્ય આ.ભ.શ્રી ધર્મસુરક્ષિતસુરિશ્વરજી મ.સા. , પૂજ્ય આ. ભ. શ્રી હેમવલ્લભસૂરિશ્વરજી મ.સા. , પૂજ્ય આ.ભ. શ્રી યશોવિજયસૂરિશ્વરજી મ. સા. ના આશિર્વાદ અને પ્રેરણા થી  કાલે તા. ૧૩ ને શુક્રવારના રોજ રાત્રે ૮ : ૩૦  કલાકે શ્રી પ્રમુખસ્વામી ઓડિટોરીયમ રૈયારોડ ખાતે ગિરનારજી મહાતિર્થ ભાવયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

ગિરનારજીએ જૈન પરંપરા મુજબ શાશ્વત  તિર્થ છે. જે શૈત્રુંજય તીર્થ  જેટલુ જ મહત્વ ધરાવે છે. આવતી ચોવીસીના ચોવીસે ભગવાન અહિથી જ મોક્ષે જવાના છે. અને વર્તમાન ચોવીસીમાં બાવીસીમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક  આ પાવનભૂમિ પર થયા છે. આમ ગિરનારજી તિર્થનુ અનેકગણુ મહત્વ  છે . જે લોકો ગિરનારજીની યાત્રા કરવા જવા શકિતમાન નથી તેઓ માટે રાજકોટમાં પ્રથમ વખત મહાતીર્થની ભાવયાત્રાનું આયોજન કરાયેલ છે. ભાવયાત્રાનો લાભ લેવા કોઇપણ ફિરકાના વ્યકિત લઇ શકશે. રજીસ્ટ્રેશન કે પાસની કોઇ આવશ્યકતા નથી. બેઠક વ્યવસ્થા વહેલા તે પહેલાના ધોરણે છે.

સર્વેને લાભ લેવા ગિરનાર ભકત પરિવારે અનુરોધ કર્ર્યોે છે. પાર્શ્વભકિત પરિવાર અમદાવાદના મનિષભાઇ શાહ, ગૌરાંગભાઇનું ભકિતસંગીત સાંભળવાનો લ્હાવો મળશે. વધુ માહિતી માટે નિલેશભાઇ (૯૮૨૫૦૭૨૬૭૫) તથા ભાવેશ (૯૮૨૫૦૭૨૮૫૦) નો સંપર્ક કરવો. (૧૭.૯)

(2:48 pm IST)