Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

જાંબુડા પાસે મોટર સાયકલ માંથી હવા નિકળી જતા પડી જવાથી બેડીના મુસ્લિમ યુવાનનું મોત

જન્મદિવસ માટે દારૂ લઇને નિકળતા ઝડપાઇ ગયોઃ ધ્રોલ પાસેની હાઇવે ઉપરની માધવ હોટલ માંથી ૩૪ બોટલ દારૂ ઝડપાયોઃ જામનગર પંથરમાં દારૂ-જુગારના દરોડાઃ ૨૬ શખ્શો ઝબ્બે

જામનગર, તા.૧૨: જામનગર તાલુકાના બેડી ગામે રહેતા રફીક ઈકબાલભાઈ જેડાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, કાદરભાઈ ઈકબાલભાઈ જેડા ઉ.વ. ર૧ પોતાનું મોટર સાયકલ જી.જે.૧૦–સીકયુ–૧૪ર૩ લઈ સચાણા ગામેથી જામનગર જવા નીકળેલ અને જાંબુડા પાટીયા પાસે મોટર સાયકલના ટાયરમાંથી હવા નીકળી જતા મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દેતા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર બાદ તેમનું  મૃત્યુ નિપજેલ છે.

દારૂ-જુગારના દરોડા

સીટી બી ડિવિઝનના બી.એન.ચોટલીયાએ  રામેશ્વરનગર જલારામ પાર્ક શેરી નં. ૧ માં યુવરાજસિંહ જાડેજાનો જન્મદિવસ હોય તેવી રીતે તેણે કોઈપણ જગ્યાએથી ઇગ્લીશ દારૂની બે બોટલો તથા બીયર–૧ મેળવી આરોપી મોહિતસિંહ મહિપતસિંહ વાઘેલાના મોરટ સાયકલમાં રાખી નીકળતા પોલીસે તેને ઝડપી પાડયો હતો.

જામજોધપુર પોલીસ મથકના વી.ડી.રાવલીયાએ ખેતલા શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા ભાવેશ ઉર્ફે બાલી ઠાકરશીભાઈ સોણોજીયા, અશોક મેઘજીભાઈ બાવરીયા, ધીરૂભાઈ નાગજીભાઈ મકવાણા, જયંતી કુરજીભાઈ સવસાણી, દેવેન્દ્ર મગનભાઈ ઘેટીયા, કાન્તી માવજીભાઈ ભાલોડીયા, નરેશ રામજીભાઈ સોલંકીને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧૬૪પ૦ સો ઝડપી પાડયા હતા.

શેઠવડાળા પોલીસ મથકના એસ.એસ.જાડેજાએ  વનાણા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા અમરશીભાઈ દેવશીભાઈ પ્રજાપતિ, રણમલભાઈ દેવાભાઈ બારીયા, જેઠાભાઈ મોહનભાઈ સગર, નગાભાઈ અરશીભાઈ સગર, રસીકપરી વસંતપરી ગૌસ્વામી, વજસીભાઈ હીરાભાઈ સગરને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧ર૭૯૦ સાથે ઝડપી પાડયા હતા.

સીટી બી ડિવિઝનના આર.એન.જાડેજાએ તા. ૧૧ ના રોજ વેલનગર–૧ ગુલાબનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા અજય હિરેનભાઈ રાઠોડ, વાલજી પેથાભાઈ વઘોરા, રાજુ હસમુખભાઈ રાઈઠઠા, બીપીન મનસુખભાઈ સોનીને પોલીસે રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧૧૧૬૦ સાથે ઝડપી પાડયા હતા.

તારણા ગામે જુગાર

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  તારણગામ, રામમંદિર પાછળ, રામભાઈ ભુરાભાઈ વાંક, ભુપતગીરી પરસોતમગીરી ગોસાઈ, ડાયાભાઈ જીવરાજભાઈ વાઘેલા, જાહેરમાં નો જુગાર રમી કુલ રૂ.૭૪૦૦ રોકડા મોબાઈલ ફોન નંગ–૩ કિંમત રૂ.૧પ૦૦ તથા મોટરસાયકલ નંગ– ર કિંમત રૂ.૪૦,૦૦૦/– કુલ મળી ૪૮૯૦૦ નો મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલમાં દારૂની બોટલ લઈને નીકળતા એક ઝડપાયો : એક ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–૭–ર૦૧૮ના આ કામના આરોપીઓ હરીસિંહ ઉર્ફે હરુભા વાળા, શકિતધન ગઢવી  રે. જામનગરવાળાએ પોતાના મોટરસાયકલ માં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–ર કિંમત રૂ.૧૦૦૦/– ની લઈ નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલની માધવ હોટલમાં એક ઝડપાયોઃ એક ફરાર

જામનગરઃ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હેંડ કોન્સ. વિક્રમભાઇ વિભાભાઇ બકુત્રાએ  ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૭-૨૦૧૮ના જામનગર-રાજકોટ હાઇવે રોડ, સરમરીયાદાદાની જગ્યાની સામે, માધવ હોટલ ધ્રોલમાં આરોપી જીતેન્દ્રભાઇ ઉફે જતુ રમેશભાઇ ગડારાએ પોતાની હોટલે  ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇગ્લીંશ પીવાનો દારૂ બોટલ નંગ-૩૪, કિંમત રૂ. ૧૭,૦૦૦ઈ/- મુદામાલ વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન ઝડપાઇ ગયેલ છે. તથા આ કામના આરોપી ભગવતી પ્રસાદ નવનીતલાલ અગ્રાવત ફરાર થઇ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંચ 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ એ.રાઠોડએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–૭–ર૦૧૮ના જગા ગામેથી પરેશ કાનાભાઈ ભીમાણીને ઇગ્લીશ દારૂની બે બોટલ કિંમત રૂ. ૧ હજાર સાથે ઝડપી પાડયો હતો.

(12:51 pm IST)
  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST

  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST