Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ધોરાજીના ભાડેરમાં ૮મા દિવસે જીવણભાઇ સાંગાણીનો મૃતદેહ સ્વીકારાયો : સાંજે અંતિમવિધી

વિજયભાઇ રૂપાણીએ તટસ્થ તપાસની ખાત્રી આપતા મામલો થાળે : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

ધોરાજી,તા. ૧ર : ભાડેર ગામે આઠ દિવસ પૂર્વે જીવણભાઇ સાંગાણીની બેરહમીપૂર્વક હતયા નિપજાવાઇ હતી. જે મામલે સમગ્ર સૌરાષ્ટ્રમાં અને પાટીદાર સમાજમાં હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં અને પરિવારજનોએ આરોપી ન પકડાઇ ત્યાં સુધી મૃતહેદ ન સ્વીકારવા મક્કમ રહેતા તંત્ર દોડતું થયું હતું. મૃતક જીવણભાઇના પરિવારજનો અને પાટીદાર સમાજના આગેવાનો, રાજકીય, સામાજીક અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર અપાયું. અઘાતની પ્રાર્થના સભામાં વિવિધ રાજકીય-સામાજીક પક્ષના આગેવાનો, હોદેદારો સહિત પ૦૦૦ લોકો હાજર રહ્યા. ત્યારબાદ ધોરાજી પટેલ સમાજના સામાજીક-રાજકીય આગેવાનો અને હતભાગી પરિવાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી ન્યાય માટે માંગણી કરી હતી. જેમાં સરકાર તરફથી ઉચીત ન્યાયની ખાતરી તેમજ યોગ્ય તટસ્થ તપાસ ઉચ્ચકાાએથી કરવાની ખાત્રી આપતા અંતે મૃતકના સ્વજનોએ મૃતાંક સ્વીકારવા સહમતી દર્શાવી હતી.

આજે બપોરે ૪ કલાકે સ્વ. જીવણભાઇ સાંગાણીની સ્માશાનયાત્રા ભાડેર સ્થિત મેના નિવાસ સ્થાનેથી નિકળશે. સદ્ગતની અંતિમ યાત્રમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી સંભાવના જોતા પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

બનાવના આઠ દિવસ દરમિયાન પાટણવાવ પોલીસ મથકે ૩ સરકારીઓ બદલાયા અને ૪ અધિકારીઓ બનાવની તપાસમાં લાગ્યા.

પાટણવાવ ખાતે પીએસઆઇ કે.કે. ગોહિલની બદલી જામનગર જીલ્લામાં કરાઇ જેના સ્થાને ધોરાજી પીએસઆઇ પી.જી. બારવાનું પોસ્ટીંગ કરાયું, પરંતુ તેમને પણ બદલી ઉપલેટા નિમણૂંક અપાઇ હાલ પાટણવાવમાં ભાયાવદર પોલીસ મથકના આર.એ. ભોજાણીનું પોસ્ટીંગ કરાયું છે.

તપાસમાં પ્રથમ પીએસઆઇ કે.કે. ગોહિલ, ત્યારબાદ સીપીઆઇ કે.આર. રાવત, ત્યારબાદ ડીવાયએસપી ઝેઙઆર. દેસાઇ અને હવેની તપાસ સીઆઇડી ક્રાઇમ અથવા સ્ટેટ વિઝીયન્સ ટીમ કે અન્ય એજન્સીને ઓપાઇ તેવી શકયતા જણાઇ રહી છે.

(12:51 pm IST)
  • રાત્રે ૮-૪૦ : જામનગર – ભાવનગર – રાજકોટ – સોમનાથ – જુનાગઢ જીલ્‍લાના અનેક વિસ્‍તારોમાં ર થી ૧૦ ઇંચ વરસાદના અહેવાલો મળે છે. access_time 8:46 pm IST

  • જસદણમાં દોઢ ઇંચ : આટકોટમાં 4 ઇંચ જેવો ધમધોકાર વરસાદ ખાબક્યો રાજકોટ : આજે બપોર બાદ રાજકોટ સહીત જિલ્લામાં મેઘમહેર થઇ છે જેમાં ગોંડલમાં એક ઇંચ અને જસદણમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો છે જયારે આટકોટમાં ધોધમાર 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે ભારે વરસાદ થતા રસ્તાઓમાં પાણી વહી ગયા હતા access_time 8:53 pm IST

  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST