Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

જુનાગઢ જિલ્લા ભાજપ હોદેદારો તથા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તથા ઉપપ્રમુખની નિમણૂંક

જુનાગઢ તા.૧૨: જિલ્લા ભાજપના હોદેદારોની નિમણૂંક જિલ્લા દ્વારા પ્રદેશ ભાજપ તથા જિલ્લા સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઇ ઝડફીયા સાથે પરામર્શ કરી કરવામાં આવેલ જેમાં નવ નિયુકત જિલ્લા ભાજપના હોદેદારોમાં ઉપપ્રમુખ તરીક વિનુભાઇ મોહનભાઇ રાખશીયા તેમજ મંત્રી તરીકે ભુપતભાઇ રામાભાઇ પરમાર, ભરતભાઇ સરમણભાઇ વાઢીયા, રાજશીભાઇ રામશીભાઇ ખોડભાયા, આશીષભાઇ લાધાભાઇ લાડાણી તેમજ કનુભાઇ રામદેભાઇ સોલંકી ની નિમણૂંક કરવામાં આવેલ છે.

જુનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે હમીરસિંહ એભલભાઇ સિસોદીયા તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ તરીકે અશોકભાઇ ભાભલુભાઇ ખુમાણની નિમણૂંક કરવામાં આવેલ છે.

જિલ્લા ભાજપ સંગઠનમાં જે હોદેદારો અગાઉ મંત્રી પદ પર હતા તેઓની ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવેલ જેમાં મનોજભાઇ ભોવાનભાઇ ગોહેલ તેમજ અનિરૂધ્ધસિંહ બાવકુભાઇ વાળાનો સમાવેશ કરવામાં આવેલ છે આ નિમણૂંકને ગુજરાત પ્રદેશ ભાજપ, જુનાગઢ જિલ્લા ભાજપ તથા જુનાગઢ જિલ્લાના તમામ શહેરી તથા તાલુકા મંડલ તેમજ બુથ સુધીના હોદેદારો, કાર્યકર્તાઓ પદાધીકારીઓ તેમજ સક્રિય સભ્યો તથા પ્રાથમિક સભ્યોએ ખુશીની લાગણી સાથે સર્વે નવનિયુકત હોદેદારોને અભિનંદન પાઠવ્યાં છે.

(11:48 am IST)