Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વાંકાનેરમાં જુના મનદુઃખને કારણે સંધી ભાઇ-બહેન પર તલવારથી હુમલો

રબારી શખ્સો શૈલેષ, જીતો સહિતનાએ હુમલો કર્યાની રાવ

રાજકોટ તા. ૧૨: વાંકાનેરના શકિતપરામાં રહેતાં સંધી મુસ્લિમ ભાઇ-બહેન પર પડોશી રબારી શખ્સોએ તલવારથી હુમલો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

વાંકાનેર રહેતાં અને દૂધનો ધંધો કરતાં જાનમહમદ જુમાભાઇ માંકવાણી (ઉ.૪૨) પર પડોશી શૈલેષ રબારી, જીતો રબારી સહિતનાએ તલવારથી હુમલો કરી પગ-શરીરે ઇજા કરતાં તેને બચાવવા બહને હવુબેન અબ્દુલભાઇ મુંડઇ (ઉ.૩૫) વચ્ચે આવતાં તેને પણ ઘાયલ કરવામાં આવતાં બંનેને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે. જાનમહમદભાઇને અગાઉ રબારી શખ્સોના ભાઇ સાથે માથાકુટ થઇ હતી. ત્યારથી બંને વચ્ચે મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયાનું જણાવાયું હતું. વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(11:48 am IST)