Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વિદેશમાં નોકરી વાંચ્છુ લેભાગુ એજન્ટોનો ભોગ ના બને- સાવચેતી રાખવા જુનાગઢમાં માર્ગદર્શન

જૂનાગઢ, તા.૧૧: ભારત સરકારના વિદેશ મંત્રાલય, નવી દિલ્હી દ્રારા ગુજરાત રાજયના વિસ્તારમાં વિદેશ રોજગાર માટે જવા ઈચ્છુક ઉમેદવારો વિવિધ ઠગ લે-ભાગુ એજન્ટોના ભોગ ના બને તે માટે વિદેશ રોજગાર માટેની સેવાઓ આપતી સંસ્થાઓની યાદી Minister of External Affairs & Overseas Indian Affairs, India, New Delhi તરફથી આપવામાં આવેલ માન્યતા ધરાવતી નોંધાયેલ સંસ્થાઓની યાદી Website https://emigrate.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. વિદેશમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારોએ નિચે મુજબની સાવચેતી રાખવા જીલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા જણાવવામાં આવે છે. વિદેશમાં જવા ઈચ્છુક રોજગારવાન્છુ ઉમેદવારોએ નિચે મુજબની બાબતોને ધ્યાનમાં રાખવી. વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ફકત વિદેશ મંત્રાલય દ્રારા નોંધણી કરાવેલ ભરતી એજન્ટોના માધ્યમથી જવું. લે-ભાગુ અને ઠગ એજન્ટો દ્રારા ન જવું. જેનાથી આપની છેતરામણી થવાની શકયતા છે, વિદેશ જતા સમયે કોઈપણ વ્યકિત દ્રારા આપવામાં આવતું કોઈપણ પ્રકારનું પેકેટ લઈને જવું નહી, જેથી આપ ફસાઈ ન જાવ, જતા પહેલા જે કામ માટે જાવ તે માટેનું સંપુર્ણ પ્રશિક્ષણ/તાલીમ મેળવીને જ જવું, વિદેશમાં જતાની સાથે જ ભારતી દુતાવાસનો સંપર્ક કરવો, વિદેશમાં નોકરી મેળવો, સુરક્ષીત જાવ, પ્રશિક્ષિત જાવ એ તમારા હિતમાં છે.વિદેશમાં તમારો મિત્ર- ભારતીય દુતાવાસ, વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૧૧ ૩૦૯૦ તેમ વિદેશ મંત્રાલય દ્વારા જનહિતમાં પ્રસારિત કરવામાં આવે છે.

(11:47 am IST)