Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

બોટાદ અને ગઢડાની રથયાત્રા અંગે કલેકટર એસ.પી. ડી.વાય.એસ.પી. અને રથયાત્રા આયોજકોની મીટીંગ મળી

બોટાદ તા.૧૨: આગામી તા. ૧૪ ને શનિવારે નિકળનારી રથયાત્રા અંગે બોટાદ જિલ્લા કલેકટર તથા ડે. કલેકટર તથા એસ.પી. તથા ડી.વાય.એસ.પી. તથા બોટાદ અને ગઢડાના મામલતદાર તથા બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ તથા ચીફ ઓફિસર તથા બોટાદ અને ગઢડાના નગરપાલીકાના પ્રમુખો તથા પી.જી.વી.સી.એલ. અધિકારી તથા ડેપો મેનેજર તથા આર.ટી.ઓ. અધિકારી તથા ગીરનારી આશ્રમના જગન્નાથ મંદિરના મહંત નાગાબાવા નાગેશ્વરગીરી બાપુ (નટુબાપુ)  લઘુ મહંત રાજગીરીબાપુ તથા બોટાદ કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ ગોૈરક્ષક સામતભાઇ જેબલીયા તથા ઝવેરભાઇ તથા ઇન્દ્રસિંહ રાયજાદા તથા ભીખુભાઇ વાઘેલા તથા ઇસ્લામી ધર્મના હબીબભાઇ જાંગડ તથા આબિદભાઇ ત્રવાડી તથા રથયાત્રાના કમીટી મેમ્બરો તથા ગઢડા રથયાત્રાના પ્રમુખ તથા મહામંત્રી વિગેેરેની બહોળી ઉપસ્થિતિમાં રથયાત્રા આયોજનની મીટીંગ મળી હતી.

કલેકટરશ્રી એ ઉપસ્થિત  પદાધિકારી ઓને સુચના આપવામાં આવેલ કે દરેક અધિકારીઓ ગીરનારી આશ્રમથી નીકળનારી રથયાત્રાનો સંપુર્ણ રૂટનું જાત નિરીક્ષણ કરી રોડ રસ્તા પાણી અને ટ્રાફીક અંગે કોઇ પણ જગ્યાએ કોઇ ક્ષતી રહી નો જાય તેની પુરી નોંધ કરી દરેકે કલેકટરશ્રીને રીપોર્ટ કરવો.રથયાત્રા દરમિયાન કોઇ દારૂડીયા અને ખીસ્સા કાતરૂ અને અસામાજિક તત્વો દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની પુરી તકેદારી રાખવી તેમજ રથયાત્રા દરમિયાન રખડતા ઢોર રસ્તા પર ન આવે તેની તકેદારી રાખવી તથા પીવાના પાણીનો પુરતો બંદોબસ્ત કરવો વિગેરે સુચનાઓ આપવામાં આવેલ. તેમ રથયાત્રા કમીટી મેમ્બર સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવે છે.

(11:45 am IST)