Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

હાલરીયા પાસેની લૂંટનો આરોપી રાજકોટમાં ઝડપાયો

બગસરા તા. ૧ર :.. હાલરીયા ગામે એક માસ પહેલા ટ્રાવેલ્સના ડ્રાઇવરને ધામ ધમકી આપી છરી દેખાડી રોકડ રકમની લૂંટ ચલાવી નાસી ગયેલા આરોપીની બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ મોરી તથા એએસઆઇ કે. એમ. ડાભી હેન્ડ કો.વી. ડી. વાળા,અનિલભાઇ શકિતસિંહ સહિતના પોલીસ કાફલો ને બાતમી મળતા આરોપી દિનેશ ભગાભાઇ માધડની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા આરોપીને ચાર દિવસ રીમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો.

ગત તા. ર મેના રોજ ભાડેરથી સુરત જવા નિકળેલી ટ્રાવેલ્સની બસ હાલરીયા ગામ પાસે પહોંચતા ચાર શખ્સો એ મોટર સાયકલ આડે નાખી બસને રોકી ડ્રાઇવરના ગળા પર છરી રાખી ખીસ્સામાંથી રૂ. ર૦૦૦ ની લૂંટ ચલાવી નાસી ગયેલા હતા જેમાં  ફરીયાદી ભરત ત્રિભુવન બવાડીયાએ ચાર શખ્સોના નામ આપ્યા હતાં. જેમાનો એક આરોપી દિનેશભાઇ માધડ, રહે. હાલરીયા વાળો પણ લૂંટમાં સામેલ હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો આરોપી રાજકોટ હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે આરોપીની રાજકોટથી ધરપકડ કરી હતી. આરોપી અનેક લૂંટમાં સંડોવાયેલો હોવાની શકયતા હોવાથી કોર્ટમાં રજૂ કરી કોર્ટ ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતાં.

(11:41 am IST)