Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ 'વાવઝોડુ :એસટીનું પાલનપુર વિભાગ સાબદું : તમામ ડેપો અને બસોની ટાંકીઓ ડીઝલ ફુલ કરાયું

હોર્ડિંગ્સ અને પતરાં ઉતારી લેવાયા :તમામને સતર્ક રહેવા સૂચના

પાલનપુર : ગુજરાતમાં  'વાયુ' વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે બનાસકાંઠામાં પણ સરકારી વિભાગો સાબદા થઈ ગયા છે આ વાવાઝોડાના પગલે જાહેર પરિવહન સેવા ખોરવાય નહિ તે હેતુથી એસ.ટી.ના પાલનપુર વિભાગે તમામ ડેપો અને બસોની ટાંકીઓમાં ડિઝલનો સ્ટોક ફૂલ કરી દીધો છે.  

     એસ.ટી.ના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જે.એચ.સોલંકીએ જણાવ્યું હતું કે વાવાઝોડાની સંભાવનાના પગલે એસ.ટી.ના પાલનપુર વિભાગના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર નહિ છોડવા અને જે તે ડેપો કે બસ મથક પર વાવાઝોડાની સ્થિતિમાં નુકશાન કરે તેવા હોર્ડિંગ્સ અને પતરાં ઉતારી લેવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

 રાધનપુર ડેપોમાં વિશેષ તકેદારી રાખવા તેમજ અન્ય ડેપોના કર્મચારીઓને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ હોવાનું પણ વિભાગીય નિયામકે જણાવ્યું હતું.

(9:35 pm IST)