Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

નલિયામાં 60 જેટલા મરીન કમાન્ડો તૈનાત : ત્રણ બોટ, લાઈફ રીંગ તેમજ વોકી ટોકી સેટ સાથે સજ્જ

કમાન્ડો પાસે ટોર્ચ અને પ્રાથમિક સારવાર માટેના બોક્સ પણ ઉપલબ્ધ

કચ્છના નલિયા ખાતે 60 જેટલા મરીન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. વાવાઝોડા સામે લડવા માટે વહીવટી તંત્ર મરીન કમાન્ડો સજ્જ છે. મરીન કમાન્ડો રેસ્ક્યુ જવાબદારી સંભાળશે. ત્રણ બોટ તેમજ લાઈફ રીંગ તેમજ વોકી ટોકી સેટ સાથે સજ્જ છે. સાથે જ મરીન કમાન્ડો પાસે ટોર્ચ અને પ્રાથમિક સારવાર માટેના બોક્સ પણ ઉપલબ્ધ છે. વાવાઝોડા માટે અત્યાધુનિક બોટ, ખાસ તાલીમ સાથે મરીન કમાન્ડો તેયાર છે.

(6:33 pm IST)