Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

દ્વારકામાં પવન-ગાજવીજ સાથે જોરદાર વરસાદ

દ્વારકા, તા. ૧૨ :. વાયુ વાવાઝોડુ ત્રાટકવાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે સાંજે ૪.૩૦ વાગ્યા આસપાસ દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે.

પવનના સૂસવાટા, ધૂળની ડમરીઓ સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભય પ્રસરી ગયો છે. દ્વારકાના દરીયામાં મોજા પણ ઉંચે ઉંચે ઉછળી રહ્યા છે.

જો કે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

 

(4:44 pm IST)