Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કાલે વ્હેલી સવારે ૪:૩૦ થી ૫ વચ્ચે વેરાવળ- પોરબંદર વચ્ચે ''વાયુ'' વાવાઝોડુ ત્રાટકશે

વેરાવળથી ૨૫૦ કિ.મી.દૂરઃ ૨૦ કિ.મી.ની ઝડપે આગળ ધસી રહ્યું છે : સોમનાથ- પોરબંદર- રાજકોટ- જુનાગઢ- જામનગર- દ્વારકા જિલ્લામાં તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડશેઃ કાંઠાળા વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જાશેઃ હવામાન ખાતુ : આજે સવારથી દરિયાના મોજા જોરદાર ઉછળવા લાગ્યાઃ દરિયા કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ બાંટવા- માણાવદર- કુતિયાણામાં ભારેથી અતિભારે વરસાદની શકયતાઃ ખાનાખરાબી સર્જાશે

રાજકોટ,તા.૧૨: અરબી સમુદ્રમાં બનેલું ડીપ્રેશન ડીપડીપ્રેશન બની વાવાઝોડામાં પરીવર્તીત થયું છે. આ 'વાયુ' નામનું વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ ધસમસી રહ્યું છે. આ વાવાઝોડુ આવતીકાલે વ્હેલી સવારે ૪:૩૦ થી ૫ વચ્ચે વેરાવળ- પોરબંદરના દરિયામાં ત્રાટકશે. હાલમાં આ વાવાઝોડુ વેરાવળથી ૨૮૦ કિ.મી. દૂર છે અને દરિયામાં ૧૪ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.

હવામાન ખાતુ કહે છે કે વાવાઝોડુ 'વાયુ' આજે સવારે વેરાવળથી ૨૮૦ કિ.મી.દૂર છે. હવાનું દબાણ ૯૭૪ મીલીબાર છે. ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ ૧૪ કિ.મી.ની ઝડપે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે વ્હેલી સવારે ૪:૩૦ થી ૫ વચ્ચે વેરાવળ- પોરબંદરના દરિયામાં ત્રાટકશે.

આ વાવાઝોડુ દરીયામાંથી જમીન ઉપર આવશે ત્યારે તેની તિવ્રતા અતિ હશે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, જામનગર, દ્વારકાના જિલ્લાઓમાં સૌથી વધુ અસર કરશે. હાલના અનુમાન મુજબ બાંટવા, માણાવદર, કુતિયાણા જિલ્લામાં ભયંકર ખાનાખરાબી સર્જાય તેવી શકયતા છે.

હવામાન વિભાગ કહે છે કે વાવાઝોડાની અસર સામાન્ય રીતે ૨૪ કલાક રહેતી હોય છે. ત્યારબાદ થોડુ નબળુ પડતું હોય છે. આવતીકાલનો દિવસ મહત્વનો છે. ખાસ કરીને કાંઠાળા વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડશે. ગુરૂ- શુક્ર- શનિ એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

(3:53 pm IST)
  • કોંગ્રેસના કાર્યકરોને ખડેપગે રહેવા માટે રાહુલ ગાંધીની હાકલ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યુ છે કે 'વાયુ' વાવાઝોડુ ગુજરાતના કિનારે પહોંચી રહ્યુ છે ત્યારે ગુજરાતના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરૂ છું કે વાવાઝોડાના રસ્તામાં આવતા તમામ વિસ્તારોમાં અસરગ્રસ્તોની મદદ માટે તૈયાર રહેજો : વાવાઝોડાથી અસર પહોંચનાર વિસ્તારોના તમામ લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરૂ છું access_time 5:52 pm IST

  • નીરવ મોદીને કોર્ટનો ફરી તમાચોઃ જેલવાસ લંબાયો : લંડનઃ પંજાબ નેશનલ બેંકને ૧૩૩૦૦ કરોડનું બુચ મારનાર નીરવ મોદીની ચોથી વખત જામીન અરજી રદઃ કોર્ટે નીરવને લઇને કરી આકરી ટીપ્પણી : જો જામીન મળશે તો પુરાવા સાથે છેેડછાડ થઇ શકે છે. access_time 3:25 pm IST

  • જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ : આજે આખો દિવસ મિશ્ર વાતાવરણ રહ્યા બાદ બપોરે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. અને૨૦થી રપ મીનીટ વરસાદ વરસયો હતો. વાદળછાંયા વાતાવરણ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. access_time 4:06 pm IST