Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ખંભાળીયામાં દબાણ હટાવ ઓપરેશનઃ જુના જર્જરીત મકાનો પાડવાની કાર્યવાહી : રરને નોટીસ

ખંભાળિયા તા. ૧ર : શહેરમાં પાલિકા દ્વારા વાયુ વાવાઝોડાના સંભવિત આગમનના પગલે શહેરમાં જર્જરીત મકાનો તથા હાલ જે નવા રોડ બનાવવામાં આવ્યા છે. તેમાં દુકાનદારોએ દુકાનોની આગળ ઓટલા બનાવેલા હોય અગાઉ રર આસામીઓને નોટીસો આપવામાં આવેલી જે પછી પણ આ અંગે યોગ્ય ના થતા ગઇકાલે પાલિકા ચીફ ઓઃીસર શ્રી એ.કે.ગઢવીની સુચનાથી પાલિકા અધિકારીશ્રી નંદાણિયાએ પોલીસ પાર્ટી સાથે રાખીને જે.સી.બી.ની મદદથી ર૦ જેટલા ઓટલા તથા દીવાલો અને નડતરરૂપ બાંધકામ તોડી નાખવા કાર્યવાહી કરતા લોકોના ટોળા ઉમટયા હતા.

જુના જર્જરીત મકાનો પાડવા કાર્યવાહી

જિલ્લા કલેકટરે દેવભુમિ જિલ્લાના શ્રી મીના સમક્ષ ખંભાળિયામાં જર્જરીત તથા ભયજનક મકાનો અંગેની રજુઆત મળતા તેમણે આ અંગે પાલિકા ચીફ ઓફીસરને તાકિદ કરતા ચીફ ઓફીસરશ્રી એ.કે.ગઢવીએ રાત્રેજ એક ભયજનક મકાનની દીવાલ તોડાવી હતી તથા આજે પણ લોહાણા મહાજનવાડી, ગુંદીચોક, પાંચહાટડી ચોક, સલાયા નાકા, વિ. વિસ્તારોમાં જર્જરીત અને જોખમી મકાનો તોડી પાડવા તથા તેમાં લોકોને નુકશાન થાય તેવી  દીવાલો પાડી નાખવા માટે કાર્યવાહી હાથ ધરી છે.તથા આજે સાંજ સુધીમાંં આ કાર્યવાહી પૂર્ણ કરવામાંં આવશે.

(3:48 pm IST)