Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

અમરેલી જિલ્લામાં 'વાયુ' વાવાઝોડા સામે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

રાજુલા અને જાફરાબાદ તાલુકાના લગભગ ર૩ જેટલા ગામો પ્રભાવિત થવાની સંભાવનાઃ વીજ થાંભલા અને રોડ-રસ્તાની દેખરેખ માટે પીજીવીસીએલ અને આર એન્ડ બી દ્વારા ટીમ બનાવાઇ

અમરેલી તા. ૧ર :.. હવામાન ખાતાની આગાહી અનુસાર ૧૦ થી ૧૪ જૂન સુધી અરબી સમુદ્રમાં લો-પ્રેસર ઉદભાવેલ છે જેના પરિણામે દરિયા કાંઠાના રાજુલા અને જાફરાબાદ તાલુકાઓને અસર થવાની શકયતા છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં આવનાર વાવાઝોડા સામે સાવચેતીના પગલા લેવા માટેની વ્યવસ્થાની માહિતીઓની સાથે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

કલેકટરશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજુલા અને જાફરાબાદ તાલુકાના લગભગ ર૩ જેટલા ગામો પ્રભાવિત થવાની સંભાવના છે અને આ તમામ વિસ્તારોમાં લગભગ ૧ર૦ થી ૧૩પ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. આ ઉપરાંત દરિયાઇ સપાટીની ઊંચાઇમાં લગભગ ૧.પ મીટરનો વધારો થવાની શકયતા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લગભગ ૪ લાખ લોકોને એસએમએસના માધ્યમથી જાણ કરવામાં આવી છે. રાજય સરકાર તરફથી આવા સમયમાં અમરેલી જિલ્લાને એનડીઆરએફની ૪ ટીમો અને આર્મીની ૬ ટીમો સહાય કરશે. વિજ થાંભલા અને રોડ-રસ્તાની દેખરેખ માટે પીજીવીસીએલ અને આર એન્ડ બી દ્વારા ટીમ બનાવાઇ છે. જિલ્લાની શાળાઓમાં તા. ૧ર અને તા. ૧૩ ના રજા જાહેર કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં તંત્ર દ્વારા અનાજના પુરતા જથ્થાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત જીએસઆરટીસી ની ૬૦ જેટલી બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. એમ. પાડલીયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય ખાતા દ્વારા વિવિધ જગ્યાએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવશે. તમામ દરિયાઇ કાંઠા વિસ્તારમાં શેલ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને આ શેલ્ટરોમાં મેડીકલ ટીમોને પણ તૈયાર રાખવામાં આવશે. સગર્ભા મહિલાઓની ખાસ કાળજી  લેવા માટે દરેક આંગણવાડી બહેનોને સુચના આપી દેવામાં આવી છે.

અમરેલી જિલ્લાના ઇમરજન્સી નંબરો

ઓફીસ

ફોન

મોબાઇલ

 

ડીઝાસ્ટર બ્રાન્ચ

૦ર૭૯ર-ર૩૦૭૩પ

૯૪ર૯પ ૮પ૮૯૧

૮૩૧૯૪ ૬૦૪૮પ

પ્રાંત -અમરેલી

૦ર૭૯ર-રરર૭૩૦

૯૮રપ૦ ૪૧ર૪૩

 

પ્રાંત-લાઠી

૦ર૭૯૩-રપ૧રપર

૭પ૬૭૦ ૧૦૦ર૯

 

પ્રાંત-સાવરકુંડલા

૦ર૮૪પ-રર૪ર૦૦

૭પ૬૭૦ ૧૦૦પ૮

 

પ્રાંત-ધારી

૦ર૭૯૭-રરપ૦૭૦

૭પ૬૭૦ ૦૯૯૦ર

 

(3:46 pm IST)