Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાંકાનેરના સતાપરમાં બાઇક સવારે પાંચ વર્ષના બાળકને ઉલાળ્યો : ઇજા

મોરબી, તા. ૧ર :   વાંકાનેર તાલુકાના સતાપર ગામે પાંચ વર્ષના બાળકને મોટર સાઈકલે હડફેટે લેતા તેને ઈજાઓ પહોચી હતી.

વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા ભાવનાબેન સંજયભાઈ અણીયારીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો પાંચ વર્ષનો દીકરો જોન પગપાળા ચાલીને જતો હોય ત્યારે પુરપાટ ઝડપે આવતા મોટર સાઇકલ ચાલક વિજયભાઈ નાગજીભાઈ ધરજીયાએ હડફેટે લેતા પાંચ વર્ષના બાળક જોનને ઈજાઓ પહોચાડીને મોટર સાઈકલ ચાલક નાશી ગયો હતો. જે બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા તેને તુરત સ્થળ પર આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો ભાવનાબેનને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:24 pm IST)