Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કચ્છમાં કારમાં ગેસનો બાટલો ફાટ્યો : ૩ બાળકોના મોત

નખત્રાણાનો પરિવાર બીબ્બર ગામે માતાજીના દર્શને જઇ રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઇ : ૯ નો બચાવ

ભુજ, તા. ૧રઃ  કારમાં એલપીજી ગેસ ગેરકાયદે ફિટ કરવાના કારણે ભૂતકાળમાં પણ અનેક વખત ગમખ્વાર અકસ્માતો સર્જાઈ ચુકયા છે. છતાં પણ ગેસ કીટ ગેરકાયદેસર ફિટ થતી રહે છે. આજે નખત્રાણાના અરલ ગામ પાસે મારુતિ વેન કારમાં ગેસનો બોટલ ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં મારુતિ કાર અગનગોળામાં ફેરવાઇ હતી.

આજે બપોરે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત સમયે મારુતિ ઓમની કારમાં કુલ ૧૨ પ્રવાસીઓ સવાર હતા. જેમાં મોટા પ્રવાસીઓ અકસ્માત દરમ્યાન બચવામાં સફળ રહ્યા હતા. જયારે બાળકો આગમાં જીવતા ભડથું થઈને મોતને ભેટતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે નખત્રાણાનો પરિવાર નિરોણા ગામ પાસે આવેલ બીબ્બર ગામે માતાજીના દર્શને જઈ રહ્યા હતા ત્યારે દુર્દ્યટના સર્જાઈ હતી.

દુર્ઘટનામાં હિરાબેન માલસિંહભાઇ ભદ્રુ, વર્ષાબેન અક્ષય કરશનભાઇ ભદ્રુ, લક્ષ્મીબેન કરશનભાઇ ભદ્રુ, રસીલાબેન હિરજીભાઇ જેપાર, સચીન કરશનભાઇ ભદ્રુ, મોહિત હિરજીભાઇ જેપાર, બિંદીયા રતનશીભાઇ ભદ્રુ, લક્ષ્મીબેન હિરજીભાઇ જેપાર, હરેશ હિરજીભાઇ જેપાર, કરશનભાઇ માલસિંહ ભાઇ ભદ્રુ સહિતને ઇજા થતા સારવારમાં ખસેડેલ છે.

(4:21 pm IST)