Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

હાલમા વાવાઝોડાના પગલે ૨૫ ગામના હાઇએલર્ટઃ ૧૩,૯૦૦ લોકોનુ સ્થળાંતર

૨ સગર્ભા મહિલાને હોસ્પિટલમા ખસેડાઇઃ અફરા ન ફેલાવવા તંત્રની અપીલ

જામનગર જીલ્લામાં વાવાઝોડાના પગલે જુદા-જુદા ગામોમા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.(તસ્વીરઃ કિંજલ કારસીયા)

જામનગર, તા.૧૨: આજ ૨ાત્રીથી આવતીકાલ સુધીમાં વાયુ વાવાઝોડું સૌ૨ાષ્ટ્ર સાગ૨ કાંઠે આવવાની સંભવીતાને ઘ્યાને લઈ ખીજડીયાની બે સર્ગભા મહિલાઓને જામનગ૨ની જી.જી.હોસ્િ૫ટલમાં ખસેડવામાં આવેલ છે તેમજ બાલાચડી ગુલઝા૨ સોસાયટીમાં આવેલ કોમ્યુનિટિ હોલમાં ૫૦ જેટલા નાગિ૨કોને આશ૨ો આ૫વામાં આવેલ છે.

વાયુ વાવાઝોડના આગમન સમયે ૫ી.જી.વી.સી.એલ. ર્ેા૨ા સાવધાની રૂ૫ે તાત્કાલિક વીજ ૫ુ૨વઠો બંધ ક૨ી દેવામાં આવશે અને વાવાઝોડુ શાંત થયે સમા૨કામ ક૨ી વીજ ૫ુ૨વઠો ૫ૂર્વવત ક૨વામાં આવશે જામનગ૨ જિલ્લાના સાગ૨ કાંઠાના સ૨મત, સિકકા, વાડીના૨, જોડીયા, બાલંભા વગે૨ે ગામોમાં સાવધાની વર્તી ઝુ૫ડ૫ટૃી વિસ્તા૨ તેમજ કાચા મકાનોમાં ૨હેતા નાગિ૨કોને સલામત સ્થળે ખસેડવાની કામગી૨ી હાથ ધ૨વામાં આવી ૨હી છે. તેમજ એન.ડી.આ૨.એફ.ની ટીમોને સજાગ ૨ાખવામાં આવી છે. તંત્ર કોઈ૫ણ ૫િ૨સ્થિતિને ૫હોંચી વળવા કમ૨કસી ૨હયું છે. તંત્રએ લોકોને કોઈ૫ણ ૫િ૨સ્થિતિમાં જાગૃત ૨હેવા અને ખોટી અફવો ન ફેલાવવાની ચેતવણી આ૫ી છે. અને તંત્રએ આ૫ેલ માર્ગદર્શન મુજબ સાવધાની વર્તવા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત છેલ્લા ગ્રામ પંચાયત તાલીમ ભવના સીંગાચ ગામમાના પ્રાથમિક શાળામા ૧૦૦ લોકોનું સ્થળાંતર, લાલપુરનાં ઝાંખર તથા આરાોબેરતી તેમજ સરમત ગામમાથી ૫૦ જેટલા લોકોને સલામતી સ્થળે ખસેડાયા છે.

વાયુ વાવાઝોડાની આફત ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઇ તંત્ર ખડેપગે છે, તો આ તરફ જામનગરમાં પણ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જામનગર જિલ્લામાં કોસ્ટલ વિસ્તારના ૨૫ ગામડાઓને હાઈ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ૧૩,૯૦૦ઙ્ગ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

જામનગરમાં આર્મીની ૬ ટીમ અને નેવીના ૫૦૦ જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે. આ સાથે જ જામનગરના બેડી બંદર પરથી દરિયો ખેડવા માટે ગયેલા ૧૦૦દ્મક વધુ બોટને પરત બોલાવવામાં આવી છે. જામનગરના બેડી બંદર પર ૨ નંબરનુ સિગ્નલ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત જિલ્લામાં GMB, ફિશરીજ, મરીન પોલીસ પણ સક્રિય થઈ છે.

ગુજરાત પર વાયુ વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. સમુદ્રમાં વાયુ વાવાઝોડાની ગતિમાં વધારો થઇ છે ત્યારે વાવાઝોડું વધુ રુદ્ર બને તેવી પણ શકયતાઓ છે. ત્યારે વાયુ વાવાઝોડું ૧૩ જૂન એટલે કે આવતીકાલે સવારે ૫ વાગ્યે ૧૪૦થી  ૧૫૦ કિલોમીટરની ગતિએ ગુજરાત પર ત્રાટકી શકે છે.

વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લા અને ૩૧ તાલુકાઓને થાય તેવી શકયતા છે. એટલે કે રાજયના ૬૦ લાખ નાગરિકોને વાયુ વાવાઝોડાની અસર થશે. ત્યારે ૪૦૦ જેટલા ગામડાઓ પર વાવાઝોડાની વ્યાપક અસર થવાની શકયતા છે. જેને લઇ વ્યવસ્થા તંત્ર પણ સજ્જ બન્યું છે.

(1:22 pm IST)
  • વાયુ વાવાઝોડાએ વિકરાળ ઝંઝાવાતનું રૂપ ધારણ કર્યું: ૮ થી ૧૪ ઇંચ જેવો અતિ ભારેથી મહા ભારે વરસાદ પડશેઃ ૧૩૦ કી.મી.ની ઝડપે વેરાવળ નજીકથી ત્રાટકશેઃ દરિયામાં ૭ ફુટ થી ઊંચા મોજા ઊછળશેઃ ૧૩ થી ૧૫ જૂન વચ્ચે વાયુ વાવાઝોડાની અસર હેઠળ આવનાર ૧૦ જિલ્લાઓની સ્કૂલમાં ગુજરાત સરકારે રજા જાહેર કરી access_time 11:52 am IST

  • કચ્છ-સામખીયાળીમાં વાવાઝોડાની અસર શરૂ : શામખીયાળીમાં ભારે પવન ફૂંકાય છે : માંડવીના દરિયામાં કરંટ જોવા મળ્યો access_time 5:49 pm IST

  • પાલનપુર પંથકમાં ભૂકંપનો આંચકો : બનાસકાંઠાના પાલનપુરમાં 2.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો : પાલનપુર થી 32 કી.મી. ઉત્તર દિશામાં આંચકો આવ્યાના અહેવાલ access_time 5:09 pm IST