Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થા મહંતસ્વામી મહારાજનું મોરબીમાં સામૈયું: મંદિરનો શિલાન્યાસઃ ૧૭મી સુધી કાર્યક્રમો

મોરબી, તા.૧૨: બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજય મહંતસ્વામી મહારાજે મચ્છુના તટે આવેલ મોરબીની ધરાનેસૌ પ્રથમવાર પધારીને પાવન કરી છે. તેઓ તારીખ ૧૧ જૂન મંગળવારથી ૧૭ જૂન સોમવાર સુધી કુલ ૭ દિવસ મોરબીમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરક પ્રદર્શનો અને સત્સંગ સભા તેમજ પારાયણો યોજવામાં આવશે.

 રાજકોટનું શિરમોર સમું કાલાવડ રોડ પર શોભતું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર જે ગુલાબી પથ્થરથી બનેલું છે, તેવું જ ગુલાબી પથ્થરનું નયનરમ્ય અને હૃદયગમ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર મોરબી શહેરમાં પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પ અને પરમ પૂજય મહંતસ્વામી મહારાજની દિવ્ય આત્મીયતાથી આકાર લેવા જઈ રહ્યું છે જેનો આજે ૧૨ જૂને શિલાન્યાસ વિધિ પરમ પૂજય મહંતસ્વામી મહારાજ, વડીલ સદગુરુ સંતો તેમજ કર્ણાટકના ગવર્નર માનનીયશ્રી વજુભાઈ વાળા તેમજ અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે ૮ થી ૧૨ દરમ્યાન યોજાશે.

મોરબીના મુગટમણી બની રહેનારા આ મંદિરમાં સનાતન ધર્મના વૈદિક સ્વરૂપો બિરાજશે, પરંપરાગત ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલાથી અલંકૃત બની રહેનારા આ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ મંદિરના પ્રેરણામૂર્તિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા સંતો, મહાનુભાવો અને હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં આજે વિ. સં. ૨૦૭૫, જેઠ સુદ દશમના પવિત્ર દિને સંપન્ન થશે. આજે સાંજથી વરિષ્ઠ સદગુરુ સંત અને વર્ષોથી પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજની સાથે વિચરણ કરનાર પૂજય વિવેકસાગર સ્વામી શનિવાર સુધી પારાયણમાં સાંજે ૭:ૅ૩૦ થી ૯ દરમ્યાન કથાવાર્તાનો લાભ આપશે.ઙ્ગ

 પરમ પૂજય મહંતસ્વામી મહારાજના રોકાણ દરમ્યાન મોરબીના આંગણે યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા તેમજ શિલાન્યાસ મહોત્સવના ઐતિહાસિક અવસરનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા બી.એ.પી.એસ. સત્સંગ મંડળ મોરબી વતી પૂજય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજય અપૂર્વમુનિ સ્વામી, પૂજય હરિસ્મરણ સ્વામી, પૂજય મંગલપ્રકાશ સ્વામી સહિત સૌ સંતોએ મોરબીવાસીઓને અંતરનું આમંત્રણ પાઠવ્યું છે.

(1:20 pm IST)
  • આજે બપોર પછી ઝંઝાવાતની ગંભીર અસરો શરૂ થઈ જશે : મોડી રાત પછી દે ધનાધનવાળી : 'વાયુ' વાવાઝોડાની ગતિ અતિ તિવ્ર બની જશે તો મોડી સાંજના જ ત્રાટકે તેવી સંભાવના : હાલ તો વેઈટ એન્ડ વોચ જેવી સ્થિતિ : આજે મધરાતથી જ ભારે વરસાદના સમાચારો મળવા લાગશે : વાવાઝોડાની તીવ્રતા કેવી હશે તેના પર મદાર access_time 12:41 pm IST

  • પોરબંદર મધદરિયે ૧૩૦ કિ.મી. ઝડપે ફૂંકાતો પવનઃ કાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના : પોરબંદર રાણાવાવ અને કુતિયાણા કાંઠા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની તાબડતોબ કામગીરીઃ કેન્દ્રની રેસ્કયુ ટીમ ખડેપગે access_time 3:28 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST