Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ધોરાજી જામકંડોરણાના બોરીયા ગામે ઓર્ગેનીક ખારકનું મબલક ઉત્પાદન

બોરીયા જે જામકંડોરણાની બાજુમાં આવેલ નાનુ એવુ ગામ છે અને તયાં વ્યવસાયએ ડોકટર એવા હરદાસભાઇ બી.સાવલીયાએ ડોકટરીની સાથે સાથે પોતાના બાપ દાદાનો વ્યવસાય ખેતી કરવાનુ ચાલુ કરેલ પણ કપાસ મગફળીમાં યોગ્ય ઉત્પાદન ન થતા તેમણે વિદેશી જાત બરદી ખારેક જે આરબના દેશોમાં થાય છે. તેના અંદાજીત ૭૦૦ રોપાઓ વાવેલ અને હાલ તેમાંથી ૬૫૦ જેટલા રોપાઓ કંપલીટ છે અને ત્રણ વર્ષ પહેલા ખારેકનું ઉત્પાદન ઓછુ મળતુ પણ ૨૦૧૮માં એક ઝાડમાં ૯૦ કિલો આસપાસ મળતુ પણ આ વર્ષે આ ઉત્પાદન  જે બરદી ખારેક યોગ્ય પ્રમાણમાં ગરમી અને ઓર્ગેનીક ખેતીના પ્રયોગો તેમજ ટપક પધ્ધતીથી પાણી આપીને હાલ અત્યારે એક ઝાડમાંથેી અંદાજીત ૧૫૦ કિલો ખારેકનું ઉત્પાદન થશે. આ તકે ડો.હરદાસભાઇ સાવલીયાએ જણાવેલ કે, અન્ય વાવેતરોમાં ખેડૂતોને નુકશાની જવાની બીક રહેવરસાદના હિસાબે ભાવો પણ ન મળે પણ આ ખારેક અમો ૬ વર્ષ પહેલા રોપાઓ વાવ્યા હતા અને તેને છાણીયુ ખાતર પાણીમાં ડ્રીપ ઇરીગેશન પાણી અને જમીનનામાં અછાદન અને જમીનપર ઘાસ પાથરી દઇએ જેથી જમીનમાં ભેજનુ પ્રમાણ જળવાઇ રહે. અમોએ ૨૫ વિઘામાં ખારેકના ૬૫૦ ઝાડ છે અને કપાસ મગફળી વગેરે પાકમાં ખાતર, જંતુનાશક દવાઓ વગેરેના વધારે ખર્ચ થાય પણ જો ખેડૂતો ઓર્ગેનીક ખેતી કરે તો ખર્ચ નહીવત થાય અને ઉત્પાદન વધારે અને ઓર્ગેનીક ખેતીની ચીજવસ્તુઓના બજારમાં ભાવ વધારે મળે છે અને આ બરદી ખારેક જે મુળ તત ગલ્ફની છે. ત્યા લોકો ખારેક વધારે ખાય છે અને આ ખારેક ગલ્ફ કરતા ૧ મહિનો વહેલી ખારેક આવે અને આ ખારેક ગલ્ફ અને અન્ય અખાતના દેશોમાં નિકાસ કરવાથી આવક બમણી થાય છે. આ અંગે અમો યોગ્ય ગોઠવણ કરી રહ્યા છીએ. અમો મોટેભાગે છુટક ખારેક અમારા ખેતરોમાંથી જ લોકો લઇ જાય છે અને ખારેકની ખેતીમાં ખર્ચ નહિવત થાય છે અને ૧૫ થી ૨૦ લોકોને સ્વરોજગારી મળે છે.  અમો અમારો આખો પરિવાર ખેતી સાથે સંકળાયેલ છે અને ખારેકના ઝાડની ડાળીઓમાંથી અમો સાવરણીઓ બનાવી છીએ અને તેમાં પણ વેસ્ટમાંથી બેસ્ટ બને છે. એકંદરે ઓર્ગેનીક ખેતી અન્ય ખેડૂતોએ કરવુ જોઇએ જેથી કોલેરી બેસ બને અને ખર્ચ નહિવત થાય આ તકે બોરીચા ગામના ડોકટર હરદાસભાઇ સાવલીયા જે પ્રગતીશીલ ખેડૂત છે અને ઓર્ગેનીક ખેતીમાં નવા સંશોધનો કરી ખેતીને એક નવા આયામ આપ્યા છે જેની સેવાઓને લઇ રાજયમાં સરકારના મંત્રી જયેશભાઇ રાદડીયાએ ખારેકની ખેતી જોઇને નિહાળીને ખેડૂતનુ સન્માન કરેલ હતુ.

(12:08 pm IST)