Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવેને 'પર્યાવરણ રત્ન એવોર્ડ'થી સન્માનિત કરાયા

સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

ગોંડલ, તા.૧૨: વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે રાજકોટ ખાતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર અને નાગરિકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન માટે પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ જાળવણી કેવી રીતે કરવી તે અંગે વાર્તાલાપના આયોજનમા પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને ઓકિસજન પાર્ક ના પ્રણેતા ભરતભાઇ સુરેજા એ ઉપસ્થિત નગરજનોને વિસ્તૃત માર્ગદર્શન અને સૂચનો દ્વારા વર્તમાન વિકટ પરિસ્થિતિ ને કેવી રીતે સ્વસ્થ, તંદુરસ્ત અને સશકત પર્યાવરણનું નિર્માણ કરી શકાય તે બાબતે પોતાના કાર્યો અને અનુભવોથી દિશાદર્શન કર્યું હતું.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા હિતેશભાઈ દવે અને ભરતભાઈ સુરેજા ને તેમની પર્યાવરણ ક્ષેત્રે વર્ષો ની સેવાઓ બદલ  પર્યાવરણ રત્ન એવોર્ડ ૨૦૧૯ થી ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્તમાન સમયમાં ખુબજ જરૂરી પર્યાવરણ જાળવણી દ્વારા રાષ્ટ્ર અને નાગરિકો ને તંદુરસ્ત બનાવવાના કાર્યક્રમ માં શાંતિભાઈ પરમાર, મણીભાઈ કંડીયા, વિનુભાઈ પેઢડિયા, ગીરીશભાઈ કરમટા, જયેશભાઇ, ચંદુભાઈ, યોગેશભાઈ ભટ્ટ, રાજુભાઇ કકકડ, હરેશભાઇ સોઢા ભાર્ગવભાઈ ગોકાણી અને પ્રો.કનેરીયાભાઈ એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(12:07 pm IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • પાલનપુર પંથકમાં ભૂકંપનો આંચકો : બનાસકાંઠાના પાલનપુરમાં 2.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો : પાલનપુર થી 32 કી.મી. ઉત્તર દિશામાં આંચકો આવ્યાના અહેવાલ access_time 5:09 pm IST

  • વડોદરામાં જોરદાર વરસાદી ઝાપટુ : ધોધમાર પડ્યો : ચોમાસાનો માહોલ access_time 5:56 pm IST