Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

હળવદમાં જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર, તા.૧૨: હળવદ તાલુકાના ચરાડવા ગામે જુગાર રમતા ત્રણ શખ્સોને હળવદ પોલીસે ૨ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો ત્રણ શખ્સો નાશી ગયા હોવાથીં તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ ચલાવી છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્યાં જુગાર રમતા ભરતભાઈ ચતુરભાઈ સોલંકી, સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા અને મહેશભાઈ લાલજીભાઈ સોલંકીને રોકડ રકમ ૧૧,૫૦૦, મોબાઈલ કીમત રૂ.૬૦૦૦ અને મહિન્દ્ર કંપનીની ગાડી જીજે ૩૬ ટી ૫૩૧૯ કીમત રૂ. ૨,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૨,૧૭,૫૦૦ સાથે ઝડપી પાડ્યા હતા તો હરગોવિંદભાઈ દલાભાઈ સોલંકી, પ્રેમજીભાઈ જીવાભાઈ સોલંકી અને અજીતભાઈ વિરુભાઈ રાજપૂત નાશી ગયા હોવાથી તેને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.

(12:07 pm IST)
  • વાયુ વાવાઝોડાએ વિકરાળ ઝંઝાવાતનું રૂપ ધારણ કર્યું: ૮ થી ૧૪ ઇંચ જેવો અતિ ભારેથી મહા ભારે વરસાદ પડશેઃ ૧૩૦ કી.મી.ની ઝડપે વેરાવળ નજીકથી ત્રાટકશેઃ દરિયામાં ૭ ફુટ થી ઊંચા મોજા ઊછળશેઃ ૧૩ થી ૧૫ જૂન વચ્ચે વાયુ વાવાઝોડાની અસર હેઠળ આવનાર ૧૦ જિલ્લાઓની સ્કૂલમાં ગુજરાત સરકારે રજા જાહેર કરી access_time 11:52 am IST

  • ૧૦ જિલ્લાના કાંઠાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી શરૃઃ પોરબંદર, જામનગર, દ્વારકા, વેરાવળ સહિત દરિયાકાંઠાના જિલ્લાઓમાં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ : આરોગ્યની ટીમ સતત ખડેપગે access_time 11:46 am IST

  • વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST