Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

જસદણના અપહરણના ગુન્હામાં ૩ વર્ષથી વોન્ટેડ આરોપી ગોંડલમાંથી પકડાયો

રાજકોટ તા. ૧ર :.. જસદણના અપહરણના ગુન્હામાં ૩ વર્ષથી વોન્ટેડ આરોપીને ગોંડલમાંથી દબોચી લેવાયો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ. એમ. જાડેજા ગોંડલ વિભાગનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપેલ સુચના અન્વયે જસદણ પો. સ્ટે.ના પો. ઇન્સ. વી. આર. વાણીયાની સુચના આધારે પો. સબ. ઇન્સ. આર. એ. ભોજાણી, પહો. હેડ કોન્સ. રાજેશભાઇ તાવીયા, પો. કોન્સ. યુવરાજસિંહ ચંદ્રભાણસિંહ, મથુરભાઇ ગોરધનભાઇ વાસાણી, વિજયભાઇ વલ્લભભાઇ તથા પો. હેડ કોન્સ. વિનુભાઇને જસદણ વાસાણી ગુ. ર. નં. ૩ર/ર૦૧૬ આઇ. પી. સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા પોકસો એકટની કલમ-પ (એલ), ૬ મુજબનો કામેના આરોપી ગોંડલ બાજુ છે.

તેવી ચોકકસ હકિકત આધારે જસદણ પોલીસ ટીમ ગોંડલ રવાના થઇ ગોંડલ સીટી ખાતે આરોપીની ફિલ્મી ઢબે પીછો કરી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી વિજય રાજેશભાઇ પલાળીયા જાતે કોળી ઉ.રપ રહે. બાખલવડ તા.જસદણ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આ કામે અપહરણ થયેલ કિશોરીને તેના માતા-પિતાને પરત સોંપેલ છે.

(12:07 pm IST)