Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

હરિકૃષ્ણધામ ખાતે ભગવાનને ચંદન-મેવાનો શણગાર

હળવદઃ  રણજીત ગઢ ગામ પાસે આવેલા હરિકૃષ્ણ ધામ ખાતે ભગવાનને ચંદન તથા મેવાના વાઘા અર્પણ કરાયા. ઉનાળાની કાળઝાળ ગરમીમા ઠંડક મેળવવા માટે માનવી અનેક વિધ કીમિયો કરે છે ઠંડા પીણા પીને પંખા એ.સી જેવા સાધનો દ્વારા ઠંડક મેળવવા પ્રયત્ન કરે છે જયારે પશુઓ પંખીઓ વૃક્ષના છાંયડામા બેસીને ગરમીમાં રાહત મેળવે છે ત્યારે મંદિરોમાં પણ ભગવાનને ગરમી લાગતી હોય ત્યારે ભગવાનને ઠંડક થાય માટે પંખા એ.સી અને ચંદન ના વાઘા પહેરાવવામાં આવે છે હળવદ તાલુકાના રણજીત ગામે આવેલ હરિકૃષ્ણ ધામ ખાતે ભગવાન દ્યનશ્યામ મહારાજ તથા શ્રીજી મહારાજને તપોમૂર્તિ ભકિત હરીદાસ સ્વામી, ઙ્ગકોઠારી સ્વામી તથા હરિભકતો દ્વારા ચંદનના વાઘા તથા કાજુ બદામ અંજીરના વાધા પહેરાવવામાં આવેલા હતા. (તસવીર હરીશ રબારી હળવદ)

(12:05 pm IST)
  • ગોંડલમાં ભારે પવનને કારણે બિલ્ડિંગની પાળાપેટ ધરાશાયી : સાવલીયા હોસ્પિટલવાળી શેરીની ઘટના.: વિજયરાજ સુપર માર્કેટવાળી શેરીમાં ભારે પવનને કારણે બિલ્ડીંગની પાળાપેટ ધરાશાયી : બિલ્ડીંગ નીચે પાર્ક કરેલા 6 થી 7 જેટલા બાઈકોને નુકસાન: કોઈ જાનહાની નહીં. access_time 5:19 pm IST

  • અમદાવાદમાં મોટી આગ : ૧૨૦ ફસાયા : અમદાવાદના પ્રહલાદનગરની ટીમ્બર પોઈન્ટમાં બેઝમેન્ટમાં બપોરે આગ ફાટી નીકળી છે : તેની અસર ચોથા માળ સુધી પહોંચી છે : સીડી દ્વારા ફસાયેલા ૧૨૦ લોકોને બચાવવા ફાયર બ્રિગેડ ભારે પ્રયાસ કરી રહેલ છે access_time 4:49 pm IST

  • ૧૦ જિલ્લાઓના ૩૧ તાલુકામાં સ્થળાંતરની કામગીરી શરૂ : વહીવટી તંત્રને ઝડપી કામગીરી કરવા તંત્રને તાકીદ કરતા વિજયભાઈ રૂપાણી access_time 11:08 am IST