Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ધોરાજી ઉપલેટાના ખેડૂતોની રેલી : પાક વિમાની માંગણી

ઉપલેટા : ઉપલેટા ધોરાજી તાલુકાને અછતગ્રસ્ત સ્થિતિમાં મુકાયેલ હોય કપાસ અને મગફળીનો પાકવિમો ખેડૂતોને મળવો જોઇએ તો પાકવિમો ખેડૂતો સુધી મળતો નથી. કિશાનસભાએ છેલ્લે બે મહિનાથી ધારણા દેખાવો આવેદનપત્રો જેવા આંદોલન યોજેલા છે પાકવિમાની માંગણીને લઇ ફરી આંદોલન દોહરાવી કિશાનસભાના નેતૃત્વમાં ખેડૂત રેલી યોજાયેલ. જે બસ સ્ટેન્ડચોકથી પ્રસ્થાન કરી મુખ્યમાર્ગો એ ફરી ખેડૂતોએ આવેદનપત્ર મામલતદારને આપ્યુ હતુ. ગુજરાત કિશાનસભાના રાજય પ્રમુખ ડાયાલાલ ગજેરાએ આવેદનપત્ર આપતા જણાવેલ કે ખેડૂતો આજે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે ચોમાસુ વરસાદ આવવાની તૈયારી છે ત્યારે પાકની વાવણી કરવા બિયારણ ખાતર અને અન્ય ખર્ચાઓ માટે નાણાની જરૂર હોય આવા કપરા સમયે ખેડૂતોને કપાસ અને મગફળીનો પાકવિમો સત્વરે મળવો જોઇએ. આ કાર્યક્રમમાં લખમણભાઇ પાનેરા, દિનેશભાઇ કંટારીયા, લખમણભાઇ બાબરીયા, ચંદુભા ચુડાસમા, કારાભાઇ બારૈયા, ખીમાભાઇ આલ સહિતના મોટી સંખ્યામા ખેડૂતો હાજર રહ્યા હતા. રેલી તથા આવેદન આપ્યું તે તસ્વીર.

(12:05 pm IST)