Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ઉપલેટાના સેવાભાવી ડો.ગોપીબેનના દવાખાનાને ૫૦ વર્ષ પુર્ણ : નગરજનો દ્વારા સન્માન

ઉપલેટા તા.૧૨ : છેલ્લા ૫૦ વર્ષથી એક જ જગ્યાએ ડો.ગોપીબેનના દવાખાનાના નામે ગરીબ દર્દીઓને સહાયરૂપ થવાના એકમાત્ર ઇરાદાથી ચાલતા દવાખાને ૫૦ વર્ષ પુરા થતા તેમની ઉજવણીના ભાગરૂપે ડો.ગોપીબેનને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો.

સન્માન સમારંભ શહેરના આગેવાન અને રાજયના ભુતપુર્વ મંત્રી બળવંતભાઇ મણવરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે શ્રી મણવર તથા ઇન્ડીયન મેડીકલ એશો. ઉપલેટાના પ્રમુખ ડો.ધવલ મહેતાએ ડો.ગોપીબેન દ્વારા નબળા વર્ગના દર્દીઓ માટે કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી આ પ્રવૃતિ આજે ૭૦ વર્ષની ઉમરે પણ ગોપીબેન દ્વારા ચાલુ છે તે તેમની નિષ્ઠા બતાવે છે.

દિપક ગાજરીયાએ ગોપીબેનની જીવન ઝરમર વર્ણવી હતી. આ પ્રસંગે ડો.સવજીયાળી ગીરીશભાઇ, ડો.સુરેશ પટેલ, ન.પા.પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, દાનભાઇ, જાડેજા, જગદીશભાઇ ગણાત્રા, કૃષ્ણકાંત ચોટાઇ, અશોકભાઇ માકડીયા, ગોપીબેનનો પરિવાર, ઇન્ડીયન મેડીકલ એશો. ઉપલેટાના ડોકટરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:04 pm IST)
  • કર્ણાટકમાં ભારે વરસાદઃ ઉત્તરાખંડ ખાતે અનેક સ્થળે ૦II ઇંચથી ૯ ઇંચ વરસાદ access_time 11:51 am IST

  • પોરબંદરમાં નિચાણવાળા વિસ્તારો ખાલી કરાવાઈ રહ્યા છે : પોલીસ સહિત ટીમની કામગીરી ચાલુ access_time 12:41 pm IST

  • પોરબંદર જિલ્લામાંથી 38551 લોકોનું સ્થળાંતર :વાયુ વાવાઝોડાને પગલે પોરંબદર દરિયા કાંઠાના વિસ્તારમાંથી 38 ,551 લોકોનું સ્થળાંતર કરાયું છે :સાવચેતીના પગલાં રૂપે પોરબંદર સહીત જિલ્લાના રાણાવાવ કુતિયાણા સહિતના સ્થળેથી સ્થળાંતર access_time 10:45 pm IST