Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગારીયાધાર પાલીકાને રોડ સ્વીપર મશીન બાબતે પ્રાદેશીક કમિશનરનું તેડું

ગારીયાધાર તા. ૧ર : ગારીયાધાર ન.પાં. મહિલા સદસ્ય સમીમબેન ફિરોજીભાઇ કાસમાણી દ્વારા ર૦/૩/૧૯ ના રોજ પ્રાદેશીક કમિશનર પાસે નગર પાલીકા કચેરી દ્વાા જાહેર માર્ગો પર ધુળ-કચરા હવાથી સાફ કરવા માટે રોડ સ્વીપર મશીનની ખરીદીમાં ખોટા બીલો બનાવી ગોપળાની અરજી સાથે તપાસની માંગ ઉચ્ચારાઇ હતી જે બીલ બાબતે પ્રાદેશિક કમીશનર દ્વારા ડેપ્યુટી કલેકટર પાસે આ રોડ સ્વીપર મશીનની ખરાઇ કરવાઇ જે બાબતે સંધીગતા જણાતી કમિશનર દ્વારા ગારીયાધર ન.પા. કચેરી પાસે આ રોડ સ્વીપર મશીન પ્રક્રિયાનો સંપૂર્ણ પુર્તતા અહેવાલ મંગાવાયો હતો જે અહેવાલની ચકાસણી કરવામાં આવતા ન.પા.ની ભારે ગંભીર ક્ષછીઓ બહાર આવવા પામી છે.

જેમાં પ્રાદેશીક કમીશનર દ્વારા અહેવાલોની ચકાસણી કરતા ન.પા.દ્વારા ૧૧/૭/૧૮ રોજ કરવામાં આવેલા ઠરાવમાં રોડ સ્વીપર મશીનની ર૦ લાખનો અંદાજો કરવામાં આવ્યો હતો જે કામમાં એસ્ટીમેન્ટ તાંત્રીક મંજુરી અને વહીવટી મંજુરી લેવાનો પણ નિર્ણય કરાયો છે તેમ છતાં કાર્યવાહી થઇ હોઇ તેવું જણાતુ નથી ન.પા.એન્જીનીયર દ્વારા રોડ સ્વીપર મશીન ખરીદવા માટે ત્રણ કંપનીના અલગ-અલગ કવોટેશન અને સ્પેસીફીકેશન મેળવામાં આવેલ છે. જેમાં ર૬ લાખ કીંમત અંકાઇ છે. તેનું ટેન્ડર કરવા મંજુરી આપવાનો આરભરજુ કરેલ છે જે બાબતે ઠરાવમાં કરવામાં આવેલ ર૦ લાખ જોગવાઇ ધ્યાને લીધા વગર અંદાજ કરતા ૬ લાખ વધુ હોવા છતાં બોર્ડની મંજુરી વગર પ્રમુખ દ્વારા ટેન્ડરીંગ માટે હુકમ કરવામાં આવ્યો છ.ે

જયારે એજન્સી દ્વારા રજુ કરવામાં આવેલ ભાવોમાં સૌથી ઓછી કિંમત સેલ્ફ રાઇડ ઓન ટાઇટ સ્વીપીંગ મશીનના છે અને ન.પા. દ્વારા ટ્રેકટર ક્રોવર ટ્રેઇલર માઉન્ટેડ રોડ વેકયુમ સ્વીપર ની ખરીદી કરવામાં આવેલ છે ન.પા. દ્વારા રજુ કરવામાં આવેલ સાહિત્ય પણ અધુરો તેવું જણાઇ આવે છે. જે બાબત ઘણી ગંભીર હોય જે રોડ સ્વીપર મશીનની પ્રારંભીક પ્રક્રિયા અને તે અંગે કરેલ ટેન્ડરીંગની તમમ કાર્યવાહીના અહેવાલ પ્રમાણીત નકલો સાથે આગામી તા. ૧પ/૬/૧૯ હાજર થવા પ્રાદેશીક કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

(12:00 pm IST)