Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગોંડલમાં ધોરાજીના ટ્રક ડ્રાઇવરની હત્યાનું રહસ્ય અકબંધઃ પોલીસને કડી મળતી નથી

રાજકોટ તા. ૧રઃ ગોંડલમાં નવા માર્કેટયાર્ડ પાસે ધોરાજીના ટ્રક ડ્રાઇવરની પથ્થરોના ઘા મારી નિર્મમ હત્યા કરાયાની ઘટનામાં પોલીસને કોઇ કડી ન મળતા રહસ્યની આટાપાટા સર્જાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના નવા માર્કેટ યાર્ડ સામે મૂળ લિયાદના અને હાલ ધોરાજી રહેતા ટ્રક ડ્રાઇવર સુરેશ સવજીભાઇ સુરેલા (ઉ.વ. ૪૦) ની પથ્થરોના ઘા મારી નિર્મમ રીતે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા શહેર પોલીસ ઇન્સ્પેકટર કે. એન. રામાનુજ, રાઇટર હરૂભા જાડેજા સહિતના પોલીસ કાફલાએ દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

આ હત્યાના બનાવ અંગે પીઆઇ રામાનુજે જણાવ્યું હતું કે સુરેશ ગતરાત્રિના ગોંડલના રઘુવીર જીનીંગમાં કપાસ ભરેલો ટ્રક ખાલી કરવા માટે આવ્યો હતો બાદમાં યાર્ડ પાસે રોકાયો હતો હાલ તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે સુરેશ પરણિત હતો. ગત રાત્રીના તેની સાથે કોઇ હતું કે નહીં તે અંગે સીસી ટીવી કુટેજો ચકાસાયા હતા જેમાં મૃતક સુરેશ કોળી એકલો જીનમાં ટ્રક લઇને આવેલ તે કોની સાથે હતો? તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

(11:58 am IST)