Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

લોધીકા નજીક બકરી આડી ઉતરતા બાઇક પરથી પડી જતા મહિલાનું મોત

રાજકોટ તા. ૧રઃ લોધીકા નજીક બકરી આડી ઉતરતા બાઇક પરથી પડી જતા મહિલાનું રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ લોધીકાના ઉડ ખીજડીયા ગામમાં રહેતા ગીતાબેન મનસુખભાઇ અકબરી (ઉ.વ. ૪પ) પરમ દિવસે બાઇક પર બેસીને જતા હતા ત્યારે લોધીકા નજીક બકરી આડી ઉતરતા મહિલા બાઇક પરથી પડી જતા તેને ઇજા થતા પ્રથમ જામકંડોરણા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:58 am IST)