Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કચ્છમાંથી ૧૦ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા

'વાયુ' વાવાઝોડાથી એલર્ટઃ કંડલા પોર્ટમાં જહાજોની આવજા-બંધઃ દરિયાઇ કાંઠાના વિસ્તારોના લોકો-અગરિયાઓને આશરો અપાયો

તસ્વીરમાં સલામત સ્થળે લોકો નજરે પડે છે.(તસ્વીરઃ વિનોદ ગાલા.ભુજ)

ભુજ, તા.૧૨: અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા અને ગુજરાત તરફ આગળ વધી રહેલા વાયુ નામનાં વાવાઝોડાને પગલે કચ્છનાં સમુદ્રી વિસ્તારમાં સાવચેતીનાં પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મેજર પોર્ટ કંડલા દ્રારા ડીઝાસ્ટર પ્લાનને એકટીવેટ કરી દેવામાં આવ્યો છે. પોર્ટ ઉપર શિપની મુવમેન્ટ પણ અટકાવી દેવામાં આવી છે. બીજી તરફ જીલ્લા પ્રશાસન દ્વકકારા સંભવિત વાવાઝોડાને ઘ્યાનમાં રાખીને કચ્છની તમામ શાળાઓને બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

બુધવારે વહેલી સવારે બે વાગ્યાના અરસામાં 'વાયુ' ગુજરાતનાં દરિયા કાંઠે દસ્તક આપી શકે છે તેમ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તેની આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાવાઝોડાના સમયે લોકોને સલામત સ્થળે ખસેડવા પડવાની સ્થિતિમાં શાળાઓમાં રાખવાનાં હોવાથી આ નિર્ણય કરવામા આવ્યો છે. કચ્છનાં દરિયાકાંઠાવાળા વિસ્તાર, ખાસ કરીને કંડલા, માંડવી, જખૌ, કોટેશ્વર વગેરે એરિયામાં મરીન પોલીસ ઉપરાંત સ્થાનિક તંત્રના લોકોને પણ સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે.

કંડલાના કાંઠાળ વિસ્તારોમાંથી અને મીઠાના અગરોમાંથી છ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા

કંડલા બંદરે મંગળવાર બપોરથી જ બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે તથા કંડલા વિસ્તારમાંથી સાંજ સુધીમાં લોકોને ખસેડવાની કામગીરી કરવામા આવી હોવાનું પોર્ટનાં પ્રેસ બુલેટીનમાં જણાવાયું છે.

કચ્છનાં દરિયાઇ વિસ્તાર ઉપરાંત મીઠાના અગરીયાઓને પણ સુરક્ષિત સ્થળે લઇ જવા માટે કચ્છ સોલ્ટ એસોશીએશન દ્રારા કામગીરી કરવામા આવી છે.

અધિક નિવાસી કલેકટર શ્રી કે.એસ. ઝાલાએ જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ કચ્છમાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ વહીવટીતંત્ર દ્વારા સતર્કતાનીસાથે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા અનેક પગલાઓ લેવાઇ રહ્યા છે. શ્રી ઝાલાએ એનડીઆરએફની બે ટીમો આજે કચ્છ આવી જતા એક ટીમને અંજાર અને એક ટીમને અબડાસાના કાંઠાળ વિસ્તારમાં રખાશે. તેમ વધુમાં જણાવ્યું હતું.

શ્રી ઝાલાના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ, પોર્ટ, ફીશરીઝ સહિત પોલીસ. નાગરીક સંરક્ષણ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ, નગરપાલિકાઓ, મામલતદારો માર્ગ-મકાન વિભાગ, વન વિભાગ, આરોગ્ય પાણી પુરવઠા, પોલીસ સહીતના વિભાગોને સતર્ક રહેવા સાથે જરૂર પડે તમામ પ્રકારે બચાવ-રાહત કામગીરી હાથ ધરવાના નિર્દેશો સાથે આપતિ વ્યવસ્થાપન કંટ્રોલરૂમને પણ કાર્યરત કરી દેવાયો હોવાનું સજણાવ્યું હતું.

વાવાઝોડાની પરિસ્થિતિમાં કંટ્રોલરૂમ સહિત અંગેકચ્છના તમામ ઇમરજન્સી ફોન નંબર જાહેર કરાયાની વિગતો આપી હતી. જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ નં.૦ર૮૩ર-રપ૦૯ર૩/રપર૩૪૭ અને મોબાઇલ નં. ૯૯૧૩૯ ૧૯૮૭પ હોવાનુ તેમજ વાવાઝોડા કે ભારે વારસાદ જેવી કોઇપણ આપતિની પરિસ્થિતિમાં કલેકટરશ્રી ડીડીઓશ્રી, જિલ્લાના પોલીસવડાઓ સહિત પ્રાંત અધિકારી, મામલતદારો ચીફ ઓફીસર મત્સ્યોદ્યોગખેતી, પશુપાલન વિભાગોનો પણ સંપર્ક સાધવા શ્રી ઝાલાએ જણાવ્યું હતું.

દરમિયાન જિલ્લાના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કચ્છના કાંઠાળ વિસ્તારના સ્થાનિક લોકોઅને માછીમારોને વાવાઝોડા સામે સુચિત કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત તેઓને સલામત સ્થળે સ્થળાંતર માટે પણ જણાવી દેવામાં આવ્યું હોવાનું શ્રી ગોહિલે જણાવ્યું હતું ફીશરીઝ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. જેના નં.૦ર૮૩ર-રપ૩૭૮પ-રપર૩૪૭ ફેક્ષ રર૪૧પ૦ ઉપરાંત તેના ડીઝાસ્ટર કંટ્રોલરૂમના નં.૦ર૮૩ર-૧૦૭૭ (ટોલ ફ્રી) ઉપર જરૂ પડે સંપર્ક સાધવા જણાવાયું છે.

ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના રીજીયોનલ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેરના જણાવ્યા અનુસાર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વાહનો અને સાધનોસાથે ફાયર સ્ટાફ પણ સજજ હોવાનું જણાવી તેમના કંટ્રોલરૂમ નં.૦ર૮૩૬-રપ૮૧૦૧ ઉપરાંત મોબાઇલ નં. ૯૮૭૯પ ૧પ૯૬૬ અને ટોલ ફ્રી નં. ૧૦૧ હોવાનું વધુમાં જણાવ્યું હતુ.

સિવિલ ડીફેન્સના તાલીમ અધિકારી પી.આર.શ્રી હરેશભાઇ ઠાકરના જણાવ્યા અનુસાર નાગરીક સંરક્ષણ કંટ્રોલરૂપ નં. ૦ર૮૩ર-ર૩૦૬૦૪ ચોવીસ કલાક શરૂ કરી દેવામાં આવ્યા સાથે પ્રશાસનને મદદરૂપ થવા માટે વોર્ડન સર્વિસના સભ્યોને એલર્ટ રહેવા પણ જણાવી દેવામાં આવ્યું હોવાનું અને વોર્ડન સભ્યોની આજે બેઠક યોજાનાર બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

(11:14 am IST)